માત્ર બે વર્ષમાં ભારતીય રેલવેની લેટ ટ્રેનોની સંખ્યા ૫.૩ ટકા વધી

0
59

૨૦૧૭-૧૮માં દેશભરમાં આશરે ૩૦% ટ્રેનો મોડી પડી
ન્યુ દિલ્હી,તા.૪
નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં દેશભરમાં આશરે ૩૦ ટકા ટ્રેનો મોડી પડી હતી. આ ભારતીય રેલવેનું છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ખરાબ પ્રદર્શન છે. રેલવેના સત્તાવાર આંકડા અનુસાર, ગયા વર્ષે એપ્રિલથી આ વર્ષે માર્ચ સુધીના ગાળા દરમિયાન ૭૧.૩૯ ટકા મેલ અને એક્સપ્રેસ ટ્રેનો સમયસર સંચાલિત થઇ હતી જ્યારે તેની પહેલાના વર્ષે ૨૦૧૬-૧૭માં આ આંકડો ૭૬.૬૯ ટકા હતો. એટલે કે માત્ર બે વર્ષમાં ભારતીય રેલવેની લેટ ટ્રેનોની સંખ્યા ૫.૩ ટકા વધી છે. અધિકારીઓનું કહેવું છે કે તેનું કારણ રેલવેનું નિર્માણ કાર્ય છે. રેલવે બોર્ડના ચેરમેન અશ્વની લોહાણીએ મોડી ટ્રેનોને લઇને અધિકારીઓને ૧૫ દિવસમાં સ્થિતિ સુધારવા જણાવ્યું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય રેલવે ઝડપથી નિર્માણ અને મેઇન્ટેનન્સના કાર્યો કરી રહ્યુ છે. તેથી ટ્રેનોના પ્રદર્શન અને સમયની ચુસ્તતામાં વિલંબ થયો છે. અધિકારીઓએ જણાવ્યું કે ૨૦૧૬-૧૭માં રેલવેએ ૨૬૮૭ અલગ અલગ લોકેશન્સના ૧૫ લાખ મેઇન્ટેનન્સ બ્લોક્સ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. તેના કારણે ટ્રેનો લેઇટ પડવાનું શરૂ થયું હતું. ૨૦૧૭-૧૮માં રેલવેએ ૪૪૨૬ લોકેશન્સના ૧૮ લાખ બ્લોક્સ પર કામ વધાર્યું છે.
રેલવે તરફથી દાવો કરવામાં આવ્યો છે કે ટ્રેક્સની યોગ્ય જાળવણી અને રેલેવેના આધુનિકીકરણના કારણે પાછલા થોડા સમયમાં દુર્ઘટનાઓના બનાવો સતત ઘટ્યા છે. રેલવેના રીપોર્ટમાં બતાવ્યું છે કે છેલ્લા ૩૫ વર્ષમાં પ્રથમવાર દુર્ઘટનાઓના આંકડા બે આંકડામાં રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જ્યાં ૨૦૧૪-૧૫માં રેલવે દુર્ઘટનાઓના આંકડા ૧૩૫ હતા ત્યાં ૨૦૧૫-૧૬માં ૧૦૭, ૨૦૧૬-૧૭માં ૧૦૪ અને છેલ્લા નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં માત્ર ૭૩ રહ્યા છે. આ સિદ્ધિ પર રેલ મંત્રાલયના મીડિયા એન્ડ કોમ્યુનિકેશન વિભાગના નિર્દેશક રાજેશ દત્ત બાજપેયીએ કહ્યુ કે ભારતીય રેલવે મુસાફરોની સુરક્ષામાં કોઇ સમાધાન કર્યા વિના ટ્રેનોને સમયસર ચલાવવા કોશિષ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ખરાબ ટાઇમ મેનેજમેન્ટના કારણે પ્રવાસીઓ સામાન્ય રીતે રેલવેને ફરિયાદ મોકલતા રહે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY