ઉત્તર ગુજરાતમાં મગફળી કાંડ પાર્ટ-૨ સર્જાય તેવી શકયતા

0
9

દિયોદર,તા.૨૩
સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં મગફળી કાંડ પાર્ટ-૨ સર્જાય તેવી શકયતા છે. સરકાર દ્વારા પોષણક્ષમ ભાવને લઇ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ કર્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ વિવિધ કેન્દ્રો ઉપર ખેડૂતોની મગફળી ખરીદાઇ રહી છે ત્યારે દિયોદર કેન્દ્ર ઉપર પણ ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવી રહી છે. જેમાં કેન્દ્ર પરથી ખરીદવામાં આવેલ ૪૦૦ બોરીમાંથી ૪ બોરીમાં માટી નીકળી હોવાનો રિપોર્ટ જિલ્લા પુરવઠા અધિકારીએ ગાંધીનગર કરતાં જિલ્લા અને દિયોદર કેન્દ્રના બે અધિકારીની બદલી કરી દેવામાં આવી છે.
મળતી માહિતી મુજબ સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ કરતાં દિયોદર કેન્દ્ર ઉપર પણ મોટાભાગના ખેડૂતો મગફળી ભરાવી રહ્યાં છે. જેમાં ત્રણ દિવસ અગાઉ દિયોદર કેન્દ્ર ઉપરથી ૪૦૦ બોરી મગફળી ખરીદવામાં આવી હી જે બોરીઓ ટ્રક દ્વારા ટેટોડા ગોડાઉન ખાતે મૂકવામાં આવી હતી. જેમાં ૪૦૦ બોરીમાંથી ૪ બોરીમાં ૧૪૦૦ ગ્રામ જેટલી માટી નીકળી હોવાનો વીડિયો સાથે જિલ્લા પુરવઠા વિભાગે ગાંધીનગર પુરવઠા વિભાગના મુખ્ય અધિકારી એમ.ડી.મનીષ ભારદ્વાજ રિપોર્ટ કરતાં ગાંધીનગરની ટીમ હરકતમાં આવી ગઇ હતી. જેમાં તાત્કાલિક ધોરણે બેદરકારી બદલ દિયોદર મગફળી કેન્દ્રના અધિકારી પી.બી.તઇવરને ગાંધીનગર ખાતે બદલી કરી દેવામાં આવી છે.
જા કે જિલ્લા પુરવઠા અધિકારી નટુભાઇ પટેલની એકાએક ભરૂચ ખાતે બદલી કરી દેવામાં આવતા જિલ્લામાં મગફળીને લઇ રાજકારણ ગરમાયું હતું. જેમાં આ વખતે પણ ખરીદ વેચાણ કેન્દ્ર ઉપરથી ખરીદાયેલ ૪૦૦ બોરીમાંથી ૪ બોરીમાંથી માટી નીકળવાનું સામે આવતા ફરી જિલ્લામાં મગફળી કૌભાંડની આશંકા સેવાઇ રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY