યુવતિની છેડતી એક બિમારી બની.

0
15

યુવતિઓ અને મહિલાઓની છેડતી અને જાતિય સતામણી એક એવી બિમારી અને મહામારી બની રહી છે જેને રોકવાની બાબત પડકારૂપ બની રહી છે.

સમાજને શુ થઇ રહ્યુ છે તે બાબત પણ હવે સમજાઇ રહી નથી. દરરોજ અખબારોમાં એવા સમાચાર વાંચવા મળે છે. મહિલાઓ અને યુવતિઓની છેડતી અને જાતિય સતામણીના સમાચાર હવે સામાન્ય બન્યા છે. ફિલ્મ ઉદ્યોગ, કોર્પોરેટ જગત, ફેશન અને મિડિયા સાથે જાડાયેલા મોટા ક્ષેત્રોમાં યુવતિઓ અને મહિલાઓની છેડતી અને જાતિય સતામણીના બનાવો વધારે જાવા મળી રહ્યા છે. આ પ્રકારની ઘટના હવે કોઇ એક વર્ગ અથવા તો એક સમાજ સુધી મર્યાદિત રહી નથી. શિક્ષણ સાથે પણ તેના કોઇ લેવા દેવા નથી. જા એવી રહ્યુ હોત તો ટોપના લોકોના નામ આવા પ્રકરણમાં સામેલ થયા ન હોત. ફિલ્મી દુનિયા તો શરૂઆતથી બદનામ રહી છે.

હવે પ્રતિષ્ઠિત નેતા, કોર્પોરેટ જગતના લોકો અને ટોપ સ્તર પર રહેલા અધિકારીના નામ સપાટી પર આવી રહ્યા છે. આટલા આધુનિક બની ગયા બાદ પણ વિચારધારા એજ સદી જુની છે. જેમાં મહિલાને એક ભોગની વસ્તુ તરીકે ગણવામાં આવતી હતી. આખરે આવુ શુ થઇ જાય છે કે લોકો મહિલાઓની અસ્મતાની ધજ્જયા ઉડાવવા માટે મેદાનમાં આવી જાય છે. જા કોઇ મહિલા અથવા તો યુવતિ આપની નીચે કામ કરે છે તો તેને પોતાની જાગીર સમજી લેવાની બાબત યોગ્ય નથી. આધુનિકતાના નામ પર યુવતિ અથવા તો મહિલાને જેમ તેમ સ્પર્શ કરવા, બળજબરીપૂર્વક કિસ કરવા, વને લઇને અશ્લીલ ટિપ્પણી કરવી અથવા તો ફિટનેસને લઇને અશ્લીલ ટિપ્પણી કરવી યોગ્ય નથી. આ તમામ બાબતો મહિલાના અપમાન સમાન છે. આવા વ્યવહારને સામાન્ય ગણવાની બાબત અને પ્રોત્સાહન આપવાની બાબત એક ઘટિયા અથવા તો નિમ્ન સ્તરની વિચારધારાને દર્શાવે છે.

હકીકતમાં કેટલાક લોકો એવા જ હોય છે અને તેમના સ્વભાવમાં જ આવુ હોય છે કે મહિલાઓ જાતાની સાથે જ તેમના ખરાબ દિમાગ દોડવા લાગી જાય છે. એ વખતે આ પ્રકારના લોકો ભુલી જાય છે કે પોતાની ક્ષણિક ઇચ્છામાં તેઓ મહિલાનુ અપમાન કરી રહ્યા છે. આધુનિકતાના એક ઘોર ખરાબ પરિણામ તરીકે પણ તેને ગણી શકાય છે. આને સમાજના પતનના સંકેત તરીકે પણ લઇ શકાય છે. તેના પર વિચારણા કરવાની બાબત ખુબ જરૂરી છે. કારણ કે નારી હવે અબલા નથી. બલ્કે તે હવે પોતાના પર થનાર અત્યાચારનો જડબાતોડ જવાબ આપવાની સ્થતીમાં આવી ગઇ છે. તે શાંત પણ બેસનાર નથી. ખુલીને સાહસ સાથે વિચાર રજૂ કરે છે. જેથી હવે મહિલાઓને નહીં બલ્કે પુરૂષોને બદલવાન જરૂર છે. પોતાની હળવી વિચારધારાને બદલી નાંખવાની જરૂર છે. સોશિયલ મિડિયામાં મહિલાઓની જાતિય સતામણીના મુદ્દાને પ્રભાવી રીતે રજૂ કરવામાં આવ્યા બાદ તેને લઇને શિકાર મહિલાઓ આગળ આવી રહી છે. સાથે સાથે પોતાની પિડાને રજૂ કરી રહ છે.

અનેક હસ્તીઓના અસલી ચહેરા સામે આવી ચુક્યા છે. મીટુ અભિયાનને ઇમાનદારીપૂર્વક ચલાવવાની જરૂર છે. સરકારે હોબાળો થયા બાદ જીઓએમની રચના કરી છે. જેના સારા પગલા તરીકે ગણી શકાય છે. નરેન્દ્ર મોદી સરકારે પહેલ કરીને ગ્રુપ ઓફ મિનિસ્ટર (જીઓએમ)ની રચના કરી હતી. ગૃહમંત્રી રાજનાથસિંહના નેતૃત્વમાં આ જીઓએમ કામ કરશે. ગ્રુપથી નોકરીના સ્થળ ઉપર શોષણને રોકવા માટે મજબૂત લીગલ અને ઇન્સ્ટીટ્યુશન ફ્રેમવર્ક તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ગ્રુપ ઓફ મિનિસ્ટરમાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન, પરિવહન મંત્રી નીતિન ગડકરી, મહિલા અને બાળ વિકાસપ્રધાન મેનકા ગાંધીને સામેલ કરવામાં આવ્યા છે.

વર્તમાન નિયમોને વધુ પ્રભાવી બનાવવા માટે પણ કયા ફેરફાર કરવામાં આવે તે અંગે સૂચન કરવા કહેવામાં આવ્યું છે. નોકરીના સ્થળ ઉપર મહિલાઓના શોષણને રોકવા માટે વધુ પગલા લઈ શકાય તે માટે ભલામણ કરવા માટે કહેવામાં આવ્યું છે. ગૃહમંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ મામલાને ગંભીરતાથી હાથ ધરીને આની સાથે સંબંધિત મામલાઓ ઉપર મોટાપાયે ઉકેલ લાવવા માટે ગ્રુપ ઓફ મિનિસ્ટરની રચના કરવામાં આવી છે.

ગૃહમંત્રાલયનું કહેવું છે કે, સરકાર નોકરીના સ્થળ ઉપર મહિલાઓ માટે સુરક્ષિત માહોલ ઉપલબ્ધ કરાવવા માટે કટિબદ્ધ છે. આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એક ઇલેક્ટ્રોનિક ફરિયાદ બોક્સની વ્યવસ્થા કરવામાં આવી છે જેના મારફતે મહિલાઓ નોકરીના સ્થળ ઉપર થનાર જાતિય સતામણીના નામનો અવાજ ઉઠાવી શકશે. છેડતીની ઘટનાઓને રોકવા માટે યુવતિઓ અને મહિલાઓ હજુ સાહસ સાથે મેદાનમાં આવે તે જરૂરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY