ઉત્તરપ્રદેશનો સુટ સીલાઇ માસ્ટર સવા વર્ષ પછી ભુજમાંથી મળ્યો માનવજ્યોત ની માનવતા મહેકી

0
67

ઉત્તર પ્રદેશનાં પ્રતાપગઢ જિલ્લાનાં કાજીપુર ગામનો ૨૪ વર્ષિય દરજી કામ કરતો અને સુટ સીલાઇનો માસ્ટર મુકેશકુમાર શીતલપ્રસાદ દરજી સવા વર્ષ પછી ભુજમાંથી મળી આવ્યો હતો માનવજ્યોત સંસ્થા ના પ્રબોધ મુનવર અને રફીકબાવાને આ શખ્સ ભુજનાં રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી મળી આવતાં તેને રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી સારવાર આપવામાં આવી હતી માત્ર ૪ દિવસમાં તેની પાસેથી મળેલ માહિતીનાં આધારે તેનું ઘર શોધવામાં સંસ્થાને સફળતા મડયા બાદ ઉત્તરપ્રદેશમાં રહેતા તેના પરિવારને જાણ થતા જ તેનાં માતા-પિતા ભુજ આવી મુકેશનો કબ્જા લઇ ખુશી વ્યક્ત કરી હતી તેઓએ જણાવ્યું હતું કે, તે દરજી કામનો સારો કારીગર છે સુટ સીલાઇ કરી આપવામાં પ્રખ્યાત છે પ્રેમપ્રકરણમાં નિષ્ફળતા મળતાં તેણે મગજનું બેલેન્સ ખોયું હતું અને તે સવા વર્ષ પહેલાં ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. આખરે માતા-પિતા સાથે તે ઘરે પહોંચતા પરિવારમાં ખુશી છવાઇ છે માનવતાનાં આ કાર્યમાં ગુલાબ મોતા, મહેશભાઇ, નિખિલભાઇએ સહકાર આપ્યો હતો.

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092                                       ધર્મેશ જોગી 98791 87080

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY