મેઘાલયમાંથી અફસ્પા દૂર કરવા માટે મહત્વનો નિર્ણય

0
237

નવીદિલ્હી,
કેન્દ્રીય ગૃહમંત્રાલયે આજે મેઘાલયમાંથી વિવાદાસ્પદ આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ (એએફએસપીએ)ને સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. અરુણાચલ પ્રદેશના કેટલાક ભાગોમાંથી પણ આ એક્ટને દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બર ૨૦૧૭ સુધી મેઘાલયના ૪૦ ટકા ક્ષેત્રમાં અફસ્પા અમલી હતો. ગૃહ મંત્રાલય દ્વારા નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર સાથે હાલમાં થયેલી વાતચીત બાદ મેઘાલયમાંથી અફસ્પાને સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ રીતે અફસ્પા હવે અરુણાચલ પ્રદેશના માત્ર આઠ પોલીસ સ્ટેશનમાં અમલી છે જ્યારે ૨૦૧૭માં આ ૧૬ પોલીસ સ્ટેશનોમાં અમલી હતો. એક અન્ય નિર્ણયમાં ગૃહમંત્રાલયે પૂર્વોત્તરમાં બળવાખોરો માટે આત્મસમર્પણ અને પુનર્વસવાટ નીતિ હેઠળ મદદની રકમ એક લાખ રૂપિયાથી વધારીને ચાર લાખ રૂપિયા કરી દીધી છે. આ નીતિ પહેલી એપ્રિલ ૨૦૧૮થી અમલી કરી દેવામાં આવી છે. આની સાથે સાથે સરકારે વિદેશી નાગરિકો માટે યાત્રાને લઇને પણ મોટો નિર્ણય કર્યો છે. સરકારે મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડ જનાર વિદેશીઓ માટે પ્રતિબંધિત ક્ષેત્રના પરમિટ અને સંરક્ષકિત ક્ષેત્રમા પરમિટમાં રાહત આપ છે. અલબત્ત આ પ્રતિબંધ કેટલાક દેશો માટે અમલી રહેશે જેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ચીનનો સમાવેશ થાય છે. છેલ્લા ચાર વર્ષના ગાળામાં બળવાખોરો સાથે સંબંધિત ઘટનાઓમાં ૬૩ ટકાનો ઘટાડો થયો છે. ગૃહમંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ૨૦૧૭માં નાગરિકોના મોતમાં ૮૩ ટકા સુધીનો અને સુરક્ષા દળોના મોતના આંકડામાં ૪૦ ટકાનો ઘટાડો થયો છે. આર્મ્સ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ સેનાને જમ્મુ કાશ્મીર અને પૂર્વોત્તરના વિવાદાસ્પદ વિસ્તારમાં સુરક્ષા દળોને ખાસ અધિકારો આપે છે. આ એક્ટને લઇને ભારે વિવાદ થઇ ગયો છે. આના દુરુપયોગનો આક્ષેપ કરીને તેને દૂર કરવાની માંગ સતત થતી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY