નરેન્દ્ર મોદી ના દિલ્હી જવાથી રાજ્ય માં ફરી વચેટિયા ઓનું સામ્રાજ્ય  ?

0
146

રાજપીપલા: રાજપીપલા ની મામલતદાર કચેરી ની આસપાસ ફરતા વચેટિયાઓ થકી તમારું ગમે તેવું કામ ચપટી માં થતું હોવાની વાત સામેે આવી છેે ત્યારે આવકનો ,જાતિનો કે કોઈ પણ દાખલો કઢાવવો હોય તો ચાર પાંચ દિવસ લાગતા હોય છે પરંતુ તમારે જો અર્જન્ટ હોય તો ત્યાં ફરતા વચેટિયા ને પકડો અને પાચસો નો ચાંદલો આપો તો એકાદ કલાક માં તમારું કામ પતિ જતું હોવાની વાત સામે આવી છે ત્યારે જો આ વાત સાચી હોય તો એ વચેટિયાઓ કોણ અને એની સાથે અન્ય કયા કયા કર્મચારી કે અધિકારી ની મીલીભગત છે….? એ તપાસ નો વિસય છે

નરેન્દ્ર મોદી જયારે ગુજરાત ના સી એમ હતા ત્યારે વચેટિયાઓ નું દુસણ દૂર કરી લાભાર્થીઓ ને સીધો લાભ અપાવવા ગરીબ કલ્યાણ મેળા શરૂ કરાવ્યા હતા જેમાં મોટી રાહત હતી પરંતુ મોદી પી એમ બની દિલ્હી  ગયા બાદ ગુજરાત રાજ્ય રામભરોસે થઈ પડ્યું છે…? કેમ અમુક અમુક કચેરીઓ બહાર ફરી દલાલો સક્રિય થઈ રહ્યા છે.ત્યારે આ દુષણ ને હવે કોણ બંધ કરશે …? ખાસ તો એ વાત અગત્યની છે કે નાંદોદ મામલતદાર કચેરી ની આસપાસ હાલ ફરતા દલાલો થી અમુક અધિકારીઓ પણ વાકેફ છે એવી વાત જાણવા મળી છે ત્યારે આમા એમનો પણ ભાગ હશે…? જિલ્લા કલેક્ટર આ બાબતે યોગ્ય પગલાં લે તો દલાલો નું દુષણ દૂર થશે અને મામલતદાર કચેરી ની માફક કઈ કઈ કચેરીઓ પાસે આવા દલાલો સક્રિય છે એની તપાસ થાય એ અન્ય અરજદારોના હિત માં કહેવાશે.

ચીફરિપોર્ટર,નર્મદા,ભરતશાહ,મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY