રાજપીપલા નગરપાલિકા પુસ્તકાલય માં વેકેશન માં બાળકો નું વધતું વાંચન ખુબ ઉપયોગી  

0
40

પાલિકા પ્રમુખ અલ્કેશસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ હાલ અગાઉના વર્ષો કરતા પુસ્તકાલયમાં વધતા પુસ્તકો આવનારી પેઢી માટે લાભદાઇ ની સાથે સારી સુવિધા થી વાચકો પ્રભાવિત

રાજપીપલા: નર્મદા જિલ્લા ના વડા મથક રાજપીપલા માં નગરપાલિકા હસ્તક ચાલતી લાઈબ્રેરી માં સારી સુવિધા અને શાંત વાતાવરણ ના કારણે નાના બાળકો સહીત સિનિયર સિટિજનો ને વાંચન માટે સારી સુવિધા મળી રહી છે નાનકડા એવા રાજપીપલા શહેર માં અન્ય મોટા શહેરો ની માફક મળેલી પાલિકા ની આ લાઈબ્રેરી માં પાલિકા પ્રમુખ અલ્કેશસિંહ ગોહિલ ના માર્ગદર્શન હેઠળ હાલ અગાઉના વર્ષો કરતા ઘણી સારી સુવિધા મળી રહી છે.ત્યારે વાચકો માં હાલ વેકેશન નો સમય હોવાથી નાના બાળકો ની સંખ્યા વધતા આવનારી પેઢી માટે એ ચોક્કસ લાભદાઇ સાબિત થાય એમ છે રાજપીપલા ની મધ્ય માં આવેલી આ લાઈબ્રેરી માં પી એસ આઈ ,તલાટી સહીત ની પરીક્ષા માટે વાંચવા આવતા વાચકો માટે પણ અલાયદી વ્યવસ્થા હોવાના કારણે આવનારા સમય માં આ પુસ્તકાલય માં વાંચન કરી ઘણા યુવાનો પોતાનું સફળ કેરિયર બનાવશે માટે રાજપીપલા દરબાર રોડ પર આવેલી આ પાલિકા પુસ્તકાલય આવનારી પેઢી માટે ખુબ લાભદાઇ સાબિત થશે.

  1. ચીફરિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY