ભરૂચના વડદલા ગામ પાસે આઈસર ટેમ્પો અને અલ્ટો કારનું અકસ્માત : એક વ્યક્તિનું મોત જયારે બે ઈજાગ્રસ્ત

0
383

ભરૂચ:

પ્રાપ્ત માહિતી અનુસાર આજ રોજ વહેલી સવારે ભરૂચના નેશનલ હાઇવે નં.૮ પર વડદલા ગામ પાસે પોતાની અલ્ટો કાર લઈને બરોડા થી બોમ્બે તરફ જઈ રહેલ જગદીશ નરોત્તમ કેડીયા અને તેમના ધર્મ પત્ની જ્યોતિ જગદીશ કેડીયા,રહે નવી મુંબઈ અને એમની સાથે આવેલ પ્રફુલ ભટ્ટ સાથે બોમ્બે જઈ રહેલ હતા તે દરમ્યાન ભરૂચ ના વડદલા ગામના પાટિયા પાસે એક આઈસર ટેમ્પા વાળાએ અલ્ટો ગાડીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.જેમાં જગદીશ કેડીયા અને જ્યોતિ કેડીયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યારે તેમની સાથેના પ્રફુલ ભટ્ટનું પ્રાણ પંખેરી ઉડી ગયું હતું. જે અંગેની જાણ ભરૂચ સી ડિવિઝન પોલીસને કરતાં પોલીસ અકસ્માત સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અને પ્રફુલ ભટ્ટના મૃતદેહ ને સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ મોકલી આપ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY