પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભરૂચના સી-ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં આવેલ વડદલા ગામમાં રહેતાં ફરિયાદી દિનેશ શ્રીરાજદેવ મટરૂપાલ,ઉંમર વર્ષ ૨૨ મૂળ રહેવાસી મહર્ભા,જિલ્લો ભડોહી,યુ.પી હાલ રહે અરવિંદ પટેલના મકાનમાં પટેલ ફળિયું વડદલા,ધંધો ડ્રાયવર નાઓનું આજ રોજ તારીખ ૬/૩/૧૮ ના રાત્રીના ૧૨:૩૦ વાંગીયાના પોતાનું ટેન્કર લઈને બોસ્ટન હોટલના પાછળના ભાગે વડદલા પાસે જતાં આ કામના તહોમતદાર તથા બીજા અન્ય ૩ જેટલા ઈસમોએ પોતાની ડિયો ગાડી નંબર જીજે-૧૬-ડીઈ- ૧૦૧૬ લઈને આવી ફરિયાદીની ટ્રકના આગળ ભાગે ઉભી રાખી દઈને ફરિયાદીને ચપ્પુ બતાવી માર ઝુંડ કરી તેની પાસેના રૂપિયા ૧૦,૦૦૦/-હજારની લૂંટ ચલાવી ભાગી ગયા હતાં. જે અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સંદીપ સિંહની સુચનાઓ અને માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ આર.ડી.કવા, પી. એસ.આઈ, એસ.બી.વરે તેમજ પી.એસ.આઈ.જે.તડવી અને પોલીસ સ્ટાફના માણસોને માહિતી મળેલ કે લૂંટ કરનાર ત્રણ ઈસમો લૂંટમાં રાખેલ ગાડી લઈને એ.બી.સી સર્કલ પાસેથી પસાર થનાર છે જે અંગે કોર્ડન કરી બાતમીવાળા ઈસમો ગાડી લઈને આવતાં તેવોને રોકી તેના નામ ઠામ પૂછતાં (૧) ધર્મેશ ઉર્ફે ધમો અશોક વસાવા (૨) અફઝલ ઉર્ફે લખન જાવેદ શેખ (૩) રિજવાન આલમ મહમદ નશરુદ્દીન મન્સૂરી હોવાનું જણાવ્યું હતું પોલીસે ગુના અંગે સઘન પૂછપરછ કરતાં તેવો ભાગી પડેલ અને લૂંટના ગુનાંની કબૂલાત કરેલ હતી. પોલીસે તેવોની અંગ ઝડતીમાંથી રોકડા રૂપિયા ૯,૦૦૦/- તેમજ મોબાઈલ ફોન નંગ ૪ કિંમત રૂપિયા ૧૬,૦૦૦/- ડિયો ગાડીની કિંમત રૂપિયા ૨૫,૫૦૦/- મળીને કુલે રૂ.૫૦,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે પ્રથમ આરોપી ધર્મેશ ઉર્ફે ધમો અશોક વસાવા અગાઉ પણ પાંચેક ઘરફોડના ગુનાઓમાં સંડોવાયેલો છે.
જોકે સી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"