ભરૂચ જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં આવેલી મોટી કંપનીઓ દ્વારા પોતાના કારીગરોને મેડિકલ સપોર્ટ ના નામે ગાંધી-વૈદનું સહીયારૂ

0
16

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર,પાનોલી, દહેજ,ઝઘડિયા, વાગરા પાલેજ વિગેરે સ્થળે મોટા મોટા ઔદ્યોગિક દ્વારા પોતાના કારીગરોનું કાગળ પર મેડિકલ ચેકઅપ થતું હોવાની વાત બહાર આવેલ છે, જે બાબતે તલસ્પર્શી તપાસની જરૂર ઉભી થાય છે. ફેક્ટરી એક્ટ અને લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા આ બાબતે યોગ્ય ચકાસણી થાય એ જરૂરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કંપનીના નિયમો મુજબ અને સરકાર દ્વારા આપાયેલ સુચના મુજબ કંપનીના તમામ કર્મચારીઓનું દરવર્ષે મેડિકલ ચેકઅપ થવું જરૂરી છે અને એ વ્યાજબી અને ન્યાયપૂર્ણ સાચી રીતે થવું જરૂરી છે, બિનસત્તાવાર મળતી વિગતો અનુસાર આ નીતિ નિયમો મુજબ જો રિપોર્ટ કાઢવામાં આવે તો જે-તે રિપોર્ટનો બારસો-પંદરસો રૂપિયા માં મળી શકે તેમ છે. આવા રિપોર્ટો કંપનીએ પોતાના સંલગ્ન ડોકટરો પાસે રૂપિયા 200 થઈ 400 રૂપિયામાં કઢાવી કંપનીના દફતરે જમા લે છે, જે રિપોર્ટ ખાનગી ક્ષેત્રમાં કરવામાં આવી તો મિનિમમ બારસો-પંદરસો કે બે હજાર જેટલી રકમ થાય એ જ રિપોર્ટ જો કંપની 20 થી 25%રકમ માં કરાવતી હોય તો રિપોર્ટ શંકા ઉપજાવે તેમ છે , ખાનાપૂર્તિ માટે કરવામાં આવતી પ્રક્રિયા છે જેમાં ગાંધી તરીકે કંપની અને વૈદ તરીકે ડોકટર હોય એમ લાગે છે ત્યારે તપાસ સાચી થાય અને સાચા રિપોર્ટ કરવામાં આવે તે જરૂરી છે જે-તે કંપની દ્વારા તેના પર કર્મચારી ના રોગ બહાર આવી શકે. કામદાર વિચારો પોતાના મેડિકલ રિપોર્ટ થઈ ગયા છે એમ સમજી મજૂરીએ ચાલુ જ રહે અને સમયાંતરે કામદારને રોગ નીકળે તો તેવા સંજોગોમાં કંપની મેડિકલ રિપોર્ટ કરાવ્યા હોવાનું બહાર લાવી કામદારોનું શોષણ કરે અને અન્યાય પણ થઈ શકે તેમ લાગી રહ્યું છે ત્યારે ગુજરાત નો ઔદ્યોગિક વિકાસ હંમેશ બતાવતી ગુજરાત સરકાર પોતાના ડિપાર્ટમેન્ટ દ્વારા કામદાર ના રિપોર્ટ કરાવી શકે તેમ છે જ.અને તોજ સાચા રિપોર્ટ બહાર આવે તેમ જાણવા મળી રહ્યું છે તોજ કર્મચારી આલમ ને ન્યાય મળ્યા બરાબર છે અન્યથા બધેજ કાગડા કાળા!!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY