વડાપ્રધાન દરેક જિલ્લામાં તમે તમારા જેવા ફિટનેસ સેન્ટર બનાવો તો …

0
15

દેશની સરહદ પર પાકિસ્તાને કરેલ ગોળીબારમાં ચાર જવાન શહિદ થઈ ગયા તેના સમાચારે લોકોમાં ભારે ગમગીની સાથે આક્રોશ વ્યાપી ગયો ત્યારે જ ક્રિકેટર કોહલીની ફિટનેસ ચેલેન્જનો જવાબ આપણા વડાપ્રધાન મોદીએ પોતાનો ફીટનેસનો વીડિયો સાર્વજનિક કર્યો જેમાં દેશના યુવાધનને પ્રેરણા મળે તે હેતુ હતો. વડાપ્રધાન આ ઉંમરે પણ પોતાની ફીટનેસ જાળવી શકે છે તે દર્શાવેલ છે. વડાપ્રધાને પીએમઓમાં જે ફિટનેસ સેન્ટર બનાવ્યું છે તે ખરેખર કાબિલે દાદ છે. કુદરત સાથે જાડાયેલું પીએમનું ફિટનેસ સેન્ટર જેવું કોઈની પાસે નહીં હોય. મોદી પ્રકૃતિથી જાડાયેલા છે. એટલા માટે તેમણે પોતાનું ફિટનેસ સેન્ટર પણ એવું જ બનાવ્યું. જેમણે પણ વડાપ્રધાનનું ફિટનેસ સેન્ટર જાયું તે જાઈને કોઈને પણ એવો સવાલ ઉઠ્યો કે શું આવા જ ફિટનેસ સેન્ટર આ દેશના દરેક જીલ્લા અને તાલુકાઓમાં ન બની શકે?
મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રમત-ગમતોને પ્રોત્સાહન આપવા ખેલ મહાકુંબ શરુ કરાવ્યો હતો તેમણે રમશે ગુજરાતનો અનોખો મંત્ર આપ્યો હતો. આજે તેઓ વડાપ્રધાન છે અને આગળ પણ બનશે એવું ભાજપના લોકો કહી રહ્યા છે. તો તેમના જેવું ફિટનેસ સેન્ટર દેશના તમામ જીલ્લા-તાલુકામાં એવી કેટલીક વ્યવસ્થા કરવી જાઈએ જેથી રમશએ ગુજરાત…ની જેમ રમશે ભારત…એટલે કે રમત રમશે ભારતના નારાનું હકીકતમાં અમલીકરણ થઈ શકે. કેન્દ્ર સરકાર ઈચ્છે તો આવા ફિટનેસ સેન્ટર દેશભરમાં બની શકે. કેન્દ્ર સરકાર દેશના દરેક રાજ્યો અને સંઘ પ્રદેશોને ફિટનેસ સેન્ટર માટે સહાય આપે એમ તો સ્વચ્છતા અભિયાન માટે રાજ્યોને કેન્દ્ર તરફથી નાણાં સહાય આપવામાં આવે એ જ રીતે કેટલીક નાણાં સહાય પીએમઓ જેવા ફિટનેસ સેન્ટર બનાવવા આપી શકે છે.
આજે ભારતમાં સૌથી વધુ યુવાધન છે એક તરપથી જાવા જઈએ તો આજનું ભારત યુવાન છે. લગભગ ૩૫ કરોડથી વધુ લોકો યુવાનની વ્યાખ્યામાં આવે છે. મોદીનો વીડિયો જાયા પછી દરેકને તેમના પથ પર ચાલવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે. દેશના વડાપ્રધાન ફીટ તો દેશ હીટની જેમ દેશનું યુવાધાન પણ ફીટ તો સમગ્ર ભારત પણ ફીટ અને હીટ થઈ શકે છે. પીએમઓ જેવા ફીટનેસ સેન્ટર કોઈ જીમની જેમ કોઈ મશીન નજરે ન આવી એક ખૂલ્લા મેદાનમાં પંચ તત્વની થીમ પર બનાવેલ ગોળાકાર ટ્રેક પર ચાલીને તથા યોગા જેવું કહીને ફીટ રહે છે તો પછી દેશભરના દરેક જીલ્લા-તાલુકામાં ખુલ્લા મેદાનમાં પણ આવી જ થીમ પર ટ્રેક બને તો દરેક યુવાધન તેનો ઉપયોગ કરી તંદુરસ્ત રહી શકે છે. ચૂંટણીઓ નજીકમાં છે મતદારો પણ ઈચ્છે કે પ્રાથમિક સુવિધાઓ સાથે મોદી જેવું ફિટનેસ સેન્ટર બનાવવાનું વચન માંગે અને તેમાં પણ કાંઈ ખરાબ પણ નથી. દેશના દરેક જીલ્લા અને તાલુકામાં આવા ફીટનેસ સેન્ટર હોય તો બસ..કોઈ વાત બની જાય.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY