ન્યુ દિલ્હી,તા.૨૧
લોકસભામાં ટીડીપી દ્વારા લાવવામાં આવેલો અવિશ્વાસનો પ્રસ્તાવ પડી ભાંગ્યા બાદ આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ પીએમ મોદીની આલોચના કરી હતી. ચંદ્રાબાબુ નાયડુએ જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તાનો અહંકાર બતાવ્યો છે. તેમણે આંધ્ર પ્રદેશની મજાક ઉડાવી છે. વડાપ્રધાને આંધ્ર પ્રદેશ સાથે જે વાયદાઓ કર્યા છે. આ વાયદાઓ તેમણે પુરા નથી કર્યા.
રાજ્યમાં ૨૦૧૪માં થયેલા વિભાજન બાદ ઘણુ નુકસાન થયું છે. ચંદ્રાબાબુએ આરોપ લગાવ્યો કે, પ્રધાનમંત્રી અહંકારી છે. તેમણે સત્તાનો અહંકાર બતાવ્યો છે. તેમણે અમારા રાજ્યની મજાક ઉડાવી છે. મહત્વનુ છે કે, સંસદમા ટીડીપીએ સંસદમાં સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કર્યો હતો. પરંતુ એનડીએની બહુમતી સામે ટીડીપીનો અવિશ્વાસ ભાંગી પડ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



