ફાતિમાને ‘તાંત્રિક’ આૅફર કરાઈ

0
7

મુંબઈ,તા.૧૧
દંગલ ફેમ અભિનેત્રી ફાતિમા સના શેખને સિનિયર અભિનેતા ફિલ્મ સર્જક સૈફ અલી ખાન સાથે તાંત્રિક નામની ફિલ્મની આૅફર મળી હોવાનું જાણવા મળ્યું હતું. આમિર ખાનની વિક્રમ સર્જક ફિલ્મ દંગલ કર્યા બાદ એણે યશ રાજની મેગાબજેટ ફિલ્મ ઠગ્સ આૅફ હિન્દુસ્તાન કરી હતી જે બોક્સ આૅફિસ પર પીટાઇ ગઇ હતી.
હાલ એને અનુરાગ બસુની એક ડાર્ક કોમેડી ફિલ્મની આૅફર મળી હતી. એની સાથોસાથ સૈફ અલી ખાન સાથે તાંત્રિક નામની ફિલ્મની આૅફર મળી હોવાની માહિતી મળી હતી.
નિર્દેશિક પવન કૃપલાણીની ફિલ્મ તાત્રિકની આૅફર પહેલાં અભિષેક બચ્ચને થઇ હતી પરંતુ એણે આ ફિલ્મ સ્વીકારી નહોતી. ફાતિમા હાલ અનુરાગની અનટાઇટલ્ડ ફિલ્મ સ્વીકારી ચૂકી હોવાથી પહેલાં અનુરાગની ફિલ્મ પૂરી કરશે. ત્યારબાદ પવન કૃપલાણીની ફિલ્મ હાથમાં લઇ શકશે. અનુરાગની ફિલ્મમાં એની સાથે દંગલની એની સહકલાકાર સાન્યા મલ્હોત્રાને પણ સાઇન કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY