ઈરાનની રાજધાની તહેરાનમાં પ્લેન ક્રેશઃ ૬૬ લોકોના મોત

0
332

તેહરાન,

ઈરાનમાં મોટી વિમાન દુર્ઘટના ઘટી છે. ઈરાનનું યાત્રી વિમાન રડાર થી ગાયબ થયા પછી ક્રેશ થઇ ગયું છે. જાણકારી અનુસાર આ વિમાનમાં કુલ ૬૬ લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ વિમાન તહેરાન થી યુસૂઝ જઈ રહ્યું હતું. મળતી માહિતી અનુસાર આ વિમાન પહાડી વિસ્તારના સેમીરોમ પાસે ક્રેશ થયું છે. મોજતબા ખાલીદી વારા આપવામાં આવેલા નિવેધન ધ્વારા આ જાણકારી મળી છે. ત્યાં જ ઈરાનની સરકારી ન્યુઝ એજેન્સી પ્રેસ ટીવી અનુસાર અસેમાન એરલાઇન્સના વિમાનમાં ૬૦ યાત્રી અને ૬ વિમાન મેમ્બર સવારી કરી રહ્યા હતા.
સ્થાનીય મીડિયા રિપોર્ટર અનુસાર આ વિમાને જયારે ઉડાન ભરી તેના ૨૦ મિનિટ પછી જ રડારથી ગાયબ થઇ ગયું. વિમાને સ્થાનીય સમય અનુસાર સવારે ૫ વાગ્યે ઉડાન ભરી હતી. નજરે જાનાર અનુસાર સ્થાનીય મીડિયાને જણાવ્યું કે આ વિમાન ઇમરજન્સી લેન્ડીંગ કરવાનો પ્રત્યન કરી રહ્યું હતું તેવામાં ક્રેશ થઇ ગયું. જે જગ્યા પર આ ઘટના ઘટી છે તે મધ્ય ઈસફહાન ના સેમીરોમ માં આવેલું છે. ખરાબ મોસમના કારણે હેલીકાપટરને તત્કાલ મદદ માટે પણ નથી મોકલી શકાયું. મળતી માહિતી અનુસાર જે જગ્યા પર આ દુર્ઘટના ધટી છે ત્યાં એમ્બ્યુલન્સ પણ મોકલી શક્યું સંભવ નથી. જેના કારણે હેલીકાપટર દ્વારા મદદ મોકલવામાં આવી રહી છે. આપણે જણાવી દઈએ કે અસેમાન એરલાઇન્સની આ ત્રીજી સૌથી મોટું વિમાન છે જે મુખ્યરૂપ થી ઈરાનની રાજધાની તહેરાનથી ચાલે છે.
અધિકારીઓએ કહ્યું કે જે સમયે દુર્ઘટના બની હતી ત્યારે આકાશ ધૂંધળુ હતું. તેમણે કહ્યું કે દુર્ઘટનાના કારણોની તપાસ કરાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે ઇરાનના મોટાભાગના વિમાન જૂના થઇ ચૂકયા છે અને તાજેતરના દિવસોમાં ત્યાં વિમાન દુર્ઘટનાઓ વધી છે. ઇરાને એરબસ અને બોઇંગથી પેસેન્જર વિમાન ખરીદવા માટે કરાર કર્યો છે.
અસેમન એરલાઇન્સનું પ્લેન છ્‌ઇ-૭૨ ઓછા અંતરવાળું બે એન્જિન નું નાનું પ્લેન છે. તેમાં એક સમયે ૭૦ પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સ મુસાફરી કરી શકે છે. રવિવારે તે તેહરાનથી યાસુજ (અંદાજિત ૬૨૦ કિલોમીટર) જઇ રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અસેમન એરલાઇન્સ ઇરાનની ત્રીજી મોટી કોમર્શિયલ એરોપ્લેન કંપની છે.
ઇન્ટરનેશન પ્રતિબંધોના કારણે ઇરાનના કોમર્શિયલ પેસેન્જર પ્લેન ખૂબ જ જૂના થઇ ગયા છે. જેના કારણે છેલ્લાં બે ત્રણ વર્ષોમાં પ્લેન ક્રેશની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. રવિવારે ક્રેશ થનારું છ્‌ઇ-૭૨ પણ ૨૦ વર્ષ જૂનું હતું.
જા કે, ૨૦૧૫માં અમેરિકાની સાથે ન્યૂક્લીયર ડીલ સાઇન કર્યા બાદ ઇરાન નવા પેસેન્જર પ્લેન્સ માટે એરબસ અને બોઇંગ સાથે સોદો કરી ચૂક્યું છે.
ઉલ્લેખનિય છે કે, હાલમાં જ રશિયાની રાજધાની મોસ્કોના બહારના વિસ્તારમાં એક ઘરેલૂ વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગયો હતો. જેમાં સવાર ૭૧ લોકોની મોત થઈ ગઈ હતી. રાજધાનીના ડોમોડેડોવો એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ તરત જ વિમાન ઘટનાનો શિકાર બની ગયો હતો. રશિયા મીડિયા રિપોર્ટ અનુસાર ઘરેલૂ સારાટોવા એરલાઈન્સનું વિમાન શોર્ટ-હોલ એએન-૧૪૮ મુસાફરોને લઈને યૂરાલ વિસ્તારના ઓરસ્ક શહેર માટે રવાના થયો હતો. જે રામેસ્કીમાં ક્રેશ થઈ ગયો હતો. જે વિમાનમાં ૬૫ મુસાફરો અને ક્રૂ મેમ્બર હાજર હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY