કરોડપતિ ચોર પાસે દિલ્હીમાં ત્રણ મકાન અને પોતાનો કન્સ્ટ્રક્શન વેપાર છે
ગ્રેટર નોઈડા,તા.૧૨
ગ્રેટર નોઇડાનાં જગત ફાર્મ સ્થિત એક જ્વેલરી શોપમાં ત્રણ લાખ રૂપિયાની અંગૂઠી ચોરનાર વ્યક્તિ દિલ્હીનો કરોડપતિ નિકળ્યો. તેની પાસે દિલ્હીમાં ત્રણ મકાન છે જેની કિંમત કરોડોમાં છે. તેનું પોતાનું કંસ્ટ્રક્શનનો વેપાર છે. મોંમા કેન્સરથી પીડિત આોરપીનું કહેવું છે કે, અંગૂઠી જાઇને તેનું મન વિચલિત થઇ ગયું હતું.
ગ્રેટર નોઇડામાં રહેનારી એક મહિલાએ ૧૯ એપ્રિલ નારોજ જગત ફાર્મમાં હાજર સ્વર્ણશ્રી શોપમાં લગભગ ૩ લાખ રૂપિયાની કિમતનાં હિરાની અંગૂઠી સાફ કરવા માટે દુકાન માલિક દિપક મંડલને આપી હતી. આ દરમિયાન જ અંગૂઠી ચોરી થઇ ગઇ. મહિલાએ આ ઘટનાની ફરિયાદ નોંધાવી દીધી હતી. જોકે, શરૂઆતમાં પોલીસ આ મામલાને ટાળવાની કોશિશ કરી રહી હતી. પરંતુ પ્રેશર પડવા પર તેમને આ મામલો નોંધવો પડ્યો હતો.
મામલો નોંધાયા બાદ પણ પોલીસ કંઇ ખાસ કાર્યવાહી કરી રહી ન હતી, આવામાં મહિલાનાં દબાણને જાતા જ્વેલર્સે મહિલાને ૨ લાખ રૂપિયા આપી દીધા હતા. મામલો ખબરોમાં આવ્યા બાદ નોઇડામાં ઇન્ચાર્જની આ કેસ પર નવજર પડી તો તેમણે પોતાના સ્તરે તેની તપાસ શરૂ કરી દીધી. જેના પછી આરોપીની ઓળખ થઇ શકી. શુક્રવારે કાસના પોલીસે આરોપીને તેના દિલ્હી સ્થિત ઘરથી પકડવાનો દાવો કર્યો છે. તેની ઓળખ દિલ્હીના પ્રીત વિહાર નીવાસી ગોપાલ બંસલ (૫૫)ના રૂપે થઇ છે.
ગોપાલે પોલીસને જણાવ્યું કે, મોંઘી અંગૂઠી જાઇને તેનું મન વિચલિત થઇ ગયું હતું. તેણે જ્વેલર્સને ચાંદીની પાયલ બતાવવાની વાતોમાં ઉલજાવી દીધો અને પાસે મૂકેલ અંગૂઠી પર થેલી મૂકી દીધી. બાદાં થેલીમાં અંગૂઠી લપેટીને ચોરી કરી લઇ ગયો. તેણે લગભગ ૧૬૦૦ રૂપિયાની પાયલ પણ ફરીદી હતી, જે બિલની તે ચૂકવણી કરીને પણ ગયો હતો. તે પહેલા પણ જ્વેલરી શોપ પર ખરીદી કરીને ગયો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"