ન્યુ દિલ્હી,તા.૬
આતંકી અડ્ડાઓને નષ્ટ કરવા માટે પાકિસ્તાનમાં ઘૂસીને કરાયેલી એરસ્ટ્રાઈક પર વારંવાર સવાલો ઉઠી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે બુધવારે વાયુસેનાએ કેન્દ્ર સરકારને એરસ્ટ્રાઈક સંબંધિત દસ્તાવેજા સોંપ્યા છે. આ પુરાવાઓમાં તમામ તસવીરો સરકારને સોંપી દેવાઈ છે. સાથે જ ચૂકી ગયેલા નિશાનાઓ અંગેના પણ પુરાવા આપવામાં આવ્યા છે.
સૂત્રો પ્રમાણે વાયુસેનાએ સરકારને ૧૨ પાનનો રિપોર્ટ સોંપ્યો છે. જેમાં વાયુસેનાએ બાલાકોટનાં તે વિસ્તારની હાઈ રિઝોલ્યૂલેશન તસવીરો પણ મૂકી છે. જો કે, આ રિપોર્ટ જાહેર કરવામાં આવશે કે નહી તે અંગેનો નિર્ણય હવે મોદી સરકાર જ લેશે.
વાયુસેનાનાં પુરાવાઓ પ્રમાણે બાલાકોટમાં તેમણા ૮૦ ટકા નિશાન યોગ્ય જગ્યાઓએ લાગ્યા હતા. એરસ્ટ્રાઈકમાં જ્યાં બોમ્બ ફેંકવામા આવ્યા તે સીધા બિલ્ડીંગની અંદર જઈને બ્લાસ્ટ થયા હતા. આ જ કારણ છે કે તબાહી થઈ તે ઈમારતોનાં અંદરનાં ભાગે થઈ છે. મિસાઈલોને સીધી છત પર ફેંકાઈ હતી જે છતને ભેદીને સીધી ટાર્ગેટ પર જઈ ચઢી હતી. એરફોર્સે રજુ કરેલા રિપોર્ટ પ્રમાણે બાલાકોટમાં કરાયેલી એરસ્ટ્રાઈકમાં હાજર તમામ ટાર્ગેટને નષ્ટ કરી દેવાયા હતા.
૨૬મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનનાં બાલાકોટ પર છહ્લ દ્વારા કારયેલી એરસ્ટ્રાઈક બાદ તેના પુરાવા રજુ કરવા અંગે સતત ચર્ચાઓ થઈ રહી હતી. વાયુસેનાએ તેમનાં નિવેદનમાં કહ્યું હતુ કે, તેમનું મિશન સંપૂર્ણ રીતે સફળ થયુ છે. એવામાં પુરાવાઓ રજુ કરવાનો નિર્ણય સરકારે જ કરવાનો છે. વાયુસેનાનાં મુખ્ય એરચીફ માર્શલ ધનોઆએ કહ્યું હતું કે, જા પાકિસ્તાનનું કંઈ જ નુકસાન થયુ નથી તો તેમની વાયુસેના અમારા વિસ્તારમાં શા માટે આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




