વડોદરા જિલ્લા કલેક્ટરે પોલિયોની રસીના ટીપાં પીવડાવી અભિયાનનો પ્રારંભ કરાવ્યો

0
8

વડોદરા,તા.૧૦
વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે અકોટા અર્બન હેલ્થ સેન્ટર ખાતે તાજા જન્મેલા બાળકથી લઈને ૫ વર્ષની ઉંમર સુધીનાં બાળકોને પોલિયોની રસીના ટીપાં પીવડાવવાના અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે, મે મારા સંતાનોને પોલિયો પ્રતિકારક રસી નિયમિત પીવડાવી છે, પ્રત્યેક માતા-પિતા, દાદા દાદી, ઘરના વડીલોએ પરિવારના ભૂલકાઓને પોલિયો રવિવારે બુથ પર લઈ જઈને પોલિયોની રસીના ટીપાં પીવડાવવાની ફરજ અચૂક અદા કરવી જ જાઈએ.
કલેકટર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતે આ સ્થળે સહુ બાળકોની સાથે પોતાના સંતાનોને રસીપાન કરાવડાવી પ્રેરક પ્રોત્સાહન આપ્યું હતું. ડો.ઉદય ટીલાવતે જણાવ્યું હતું કે, જિલ્લા આરોગ્ય
આભાર – નિહારીકા રવિયા તંત્રએ ગ્રામ્ય વિસ્તારોમાં ૧,૯૦,૮૧૦ બાળકોને સરળતાથી રસી પીવડાવી શકાય તે માટે ૮૬૫ બુથ એટલે કે રસીપાન સ્થળો ઉભા કર્યાં છે. વડોદરા શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા આરોગ્ય તંત્રએ પણ અંદાજે ૧.૯૦ લાખથી વધુ બાળકોને રસી પીવડાવવાનું આયોજન કર્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY