રૂપાલમાં નિકળી વરદાયિની માતાની પલ્લી, ૪ લાખ કિલો ઘીનો અભિષેક કરાયો

0
221

ગાંધીનગર,તા.૧૯
ગાંધીનગર જિલ્લામાં રૂપાલ ગામે મા વરદાયિનીની ભવ્ય પલ્લી યોજાઈ હતી. ગામમાં ૨૪ સ્થળોએ ફરી પલ્લી સવારે માતાજીના મંદિરની સામે બનાવેલા પલ્લી મંદિરમાં આવ્યા હતા. પલ્લી પર ભક્તોએ લાખો કિલો ઘીનો અભિષેક કર્યો હતો. ગત વર્ષે માતાજીની પલ્લીમાં ૫ લાખ કિલો ઘીનો અભિષેક થયો હતો અને બે દિવસ દરમિયાન ૧૨ લાખથી વધુ ભક્તોએ પલ્લી અને મંદિરમાં દર્શનનો લ્હાવો લીધો હતો. રૂપાલમાં આખી રાત ઐતિહાસિક ધર્મોત્સવનું વાતાવરણ જામ્યું હતું અને ૧૦ લાખથી પણ વધુ ભક્તોએ માતાજીને દૈદિપ્યમાન સ્વરૂપના દર્શન કરવાનો લહાવો મેળવ્યો હતો.
રૂપાલ ગામમાં મા વરદાયિનીની પલ્લી યાત્રા નીકળે છે, બાદમાં ભક્તો માતાજીને શુદ્ધ ઘીનો અભિષેક કરે છે. તેની સાથે સાથે બાળકોને પલ્લીની જ્યોત ઉપર ફેરવવામાં આવે છે. આ વર્ષોથી ચાલી આવતી ધાર્મિક માન્યતા છે. પલ્લી પરથી નીચે પડતુ ઘી વાલ્મિકી સમાજનો લોકો એકઠું કરે છે. અને બાદમાં આ જ ધીને ફરીથી ગરમ કરીને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરે છે. સદીઓથી ચાલી આવતી રૂપાલની પલ્લીની પરંપરામાં દરવર્ષે લાખો શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. ભક્તોની કામના પૂર્ણ થતા તે માતાજીને ઘી ચઢાવવા માટે અહિંયા આવતા હોય છે. આ જ કારણ છે કે અહિંયા મા વરદાયિનીને લાખો કિલો ઘીથી અભિષેક કરવામાં આવે છે.
ગાંધીનગર પાસે આવેલા સુપ્રસિધ્ધ રૂપાલ ગામમાં માઇ ભક્તોના ટોળે ટોળા ઉમટી રહેલા જાવા મળ્યા હતાં. તેની સાથે ગામની ગલીઓમાં મુકાયેલી ટ્રેક્ટર ટ્રોલીઓ શુધ્ધ ઘીથી ભરાતી નજરે પડતી હતી. તેમજ મંદિર પરિષરમાં મુકાયેલા પીપડામાં ભક્તો દ્વારા ઘી ઠલવાઇ રહ્યું હતું. બાધા પુરી કરવા આવેલા ભક્તો દ્વારા ઘી ખરીદવા માટે મંદિર આસપાસ શરૂ થયેલી દુકાનોમાં ભીડ થવા લાગી હતી. તેની સાથે મંદિર નજીક પોલીસ કાફલો બંદોબસ્તમાં તહેનાત થઇ રહ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY