સદીઓથી બે ધર્મોની લડાઈમાં વધુ ૪૯ લોકો માર્યા ગયા. દુનિયા ઉપર કોણ રાજ કરશે ખ્રિસ્તી કે મુસ્લીમ આ ધર્મયુધ્ધના અનુસંધાને સ્ટોકહોમમા એક ઉઝબેક આતંકીએ ભીડ ઉપર ગાડી ચડાવી દઈને કેટલાક લોકોને કચડી નાખ્યા જેમા એક ૧૧ વર્ષની સ્વીડિશ છોકરીના મોતને જોઈને ઓસ્ટ્રેલિયાના ૨૮ વર્ષના બ્રેટન ટેરેન્ટ નામના એક યુવાને બદલો લેવાનુ નક્કી કરી લીધુ અને પોતાના કામને અંજામ આપવાને માટે એક એવો દેશ પસંદ કર્યો કે જે પોતાની શાંતિ અને સુરક્ષા ને માટે જગમશહૂર છે.ન્યૂઝીલેન્ડે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે આવો કાળો ઇતિહાસ બની જશે. આ માથાફરેલાએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને ફેસબુક ઉપર હુમલા નું જીવંત પ્રસારણ કરીને દુનિયામાં ખલબલી મચાવી દીધી. તેણે ૭૨ પાનાનો એક પોતાનો મેનિફેસ્ટો ટ્વિટર ઉપર મુક્યો જેમાં તેણે કહ્યું કે તેને આ બધું શા માટે કરવું પડ્યું અને બહારથી આવેલા લોકો ગોરાઓનુ રાજ ખતમ કરવાનું ઇચ્છે છે. અમારી ઉપર એટલે કે ઈસાઈ સમાજ ઉપર હાવી થવાનુ ચાહે છે અને આ જે પાર્ટી અત્યારે શરૂ થઇ તે તેનો જવાબ છે….! તેના મેનીફેસ્ટોમાં ક્યાક ને ક્યાક નાઝીવાદની ગંધ આવી રહી છે. ન્યૂઝીલેન્ડમાં બહારથી આવેલા મુસલમાનોની સંખ્યા વધી ગઈ છે. હોઈ શકે છે કે તેને રોકવા માટે અને દુનિયા ઉપર ફક્ત ગોરાઓનું જ રાજ હશે એ બતાવવાને માટે તેણે ૪૯ નિર્દોષોની બલી આપી દીધી.
કોઈએ બહુ સરસ કહ્યું છે કે ‘ના ગોરોકી ના કાલોકી,દાનિયા હૈ દિલવાલો કી’….. પરંતુ જે પ્રકારથી જેહાદનુ યા ધર્મયુદ્ધ ચાલી રહ્યું છે તેને જોઈને લાગે છે કે દિલવાળાઓનુ કોઈ સાભળતું નથી બંદૂકોજ સંભળાશે….! ભારતે યાદ રાખવું જોઈએ કે આ એજ ગોરાઓ અને ફિરંગીઓએ લગભગ ૨૦૦ વર્ષ સુધી કાળા ભારતને ગુલામ બનાવ્યું હતું. ગોરા અને કાળા વચ્ચેના ભેદભાવનો શિકાર દક્ષિણ આફ્રિકામાં મોહનદાસ કરમચંદ ગાંધીને થયો અને ભારતને મોહન ના રૂપમાં ગાંધીજી મળ્યા. તેમણે ગોરાઓનું રાજ ખતમ કરાવી ભારતને આઝાદી અપાવી હતી. ન્યૂઝીલેન્ડમાં મસ્જિદમાં અલ્લાહની બંદગી કરવા વાળા નિર્દોષ હતા. તેઓ સ્ટોકહોમમાં હુમલો કરવા ગયા ન હતા. પરંતુ કરે કોઈ અને ભોગવે કોઈની રાજનીતિ નો શિકાર આ ૪૯ લોકો થઈ ગયા. બે ધર્મો વચ્ચેની લડાઈ કે જેહાદમા નિર્દોષ માર્યા ગયા. હવે તેનો બદલો લેવામા આવશે પછી એનો બદલો અને વધુ બદલાની ભાવનાની રાજનીતિ યા ધર્મયુદ્ધમાં આવાજ નિર્દોષ લોકો મરતારહેશે.
તમામ ધર્મોમાં સમાનતા, શાંતિ, ભાઈચારો અને સહનશીલતાનો ઉપદેશ આપવામાં આવે છે. પરંતુ તેનું કેટલું પાલન થાય છે એ બતાવવાની જરૂર નથી. આનો અંત શું આવશે ,કેવો હશે….? ક્યાંક તો કહેવુંજ પડશે કે બસ, હવે ઘણું થઈ ગયું… હવે વધુ નહીં. આ મામલો ફક્ત ન્યૂઝીલેન્ડનો નથી કે નથી ઓસ્ટ્રેલિયાનો કે ઉઝબેકીસ્તાનનો. આ મામલો માનવતા અને કરુણાથી જોડાયેલો છે. જેની પહેલ કોઈને કોઈએ તો કરવી જ પડશે. યુનોએ આના માટે પહેલ કરવી જાઈએ. બુધ્ધ ભગવાનની ભૂમિ ભારતમાંથી આની પહેલ થાય તો દુનિયા સાચા અર્થમાં ભારતને સન્માનની નજરે જાશે.ન્યકઝીલેન્ડની આ ઘટના આખરી હોય તેવી આશા રાખવામાં કાઈ ખોટું નથી. સવાલ એ છે કે બુરાઈનો ખાતમો થાય અને સારપની જીત થાય. બધા ધર્મ એક સમાન છે તમામ ધર્મોની વચ્ચે કરુણા, શાંતિ, પ્રેમ. સદભાવના રહે જેથી બીજા કોઈ નિર્દઘષ લોકોને પોતાના જીવ ગુમાવવા ના પડે.”ના ગોરોકા રાજ હો ના કાલોકા રાજ હો, સિર્ફ દિલવાલોકા રાજ હો”..વો સુબ્હા કભી તો આયેગી…. કભી તો આયેગી…. કભી તો આયેગી….!!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




