મુંબઈ,તા.૧૫
આ વર્ષે દિવાળીમાં છેલ્લાં પાંચ વર્ષની તુલનામાં સૌથી ઓછું ધ્વનિ પ્રદૂષણ નોંધાયું છે. જાકે, તે સ્વીકાર્ય મર્યાદા કરતાં વધુ હોવાનું મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (એમપીસીબી)ના નોઈસ મોનિટરિંગ રિપોર્ટમાં બહાર આવ્યું છે.
એમપીસીબીના અધિકારીના જણાવ્યા અનુસાર મુંબઈમાં ફટાકડાના વપરાશમાં ૫૦ ટકાનો ઘટાડો, જ્યારે સંપૂર્ણ રાજયમાં ૩૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.
એમપીસીબીએ રાજ્યભરના ૧૫૮ ઠેકાણે ધ્વનિ પ્રદૂષણનું નિરીક્ષણ કર્યું હતું, તેમાંથી ૪૫ લોકેશન મુંબઈના હતા. રિપોર્ટ અનુસાર દિવાળીના દિવસે એટલે કે સાત નવેમ્બરના રોજ મેટ્રો સિનેમાની આસપાસના વિસ્તારમાં સૌથી વધુ ઘોંઘાટ હતો. દિવસ દરમિયાન ત્યાં સરેરાશ ધ્વનિનું પ્રમાણ ૭૮ ડેસિબલ અને રાત્રે ૭૧ ડેસિબલ નોંધાયું હતું.
દિવાળીના દિવસે બીજા નંબરના ઘોંઘાટિયા વિસ્તારમાં જાગેશ્ર્વરીના મજાસવાડીનો સમાવેશ થયો હતો, ત્યાં દિવસ દરમિયાન ધ્વનિનું સ્તર ૭૭ ડેસિબલ નોંધાયું હતું. ત્યારબાદ ૭૬.૬ ડેસિબલ સાથે પરેલનો સમાવેશ થયો હતો.
રાત્રી દરમિયાન ૭૦.૭ ડેસિબલ સાથે નવી પાસપોર્ટ આૅફિસ, વરલી અને મઝગાંવના તડવાડીના આસપાસનો વિસ્તાર બીજા નંબરનો સૌથી ઘોંઘાટિયા વિસ્તાર તરીકે નોંધાયો હતો. બોરીવલી (પૂર્વ)માં સ્ટેશન નજીકના વિસ્તારમાં દિવસ દરમિયાન સૌથી ઓછું એટલે કે ૬૧.૫ ડેસિબલ અને ઘાટકોપરના ગોરડિયા નગરમાં રાત્રી દરમિયાન ૫૩.૪ ડેસિબલ સાથે સૌથી ઓછું ધ્વનિ પ્રદૂષણ નોંધાયું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



