કોમ્પ્યુટર અને લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત
વડોદરા,તા.૨૪
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાંથી આવેલી સંપતરાવ કોલોનીમાંથી બી.આર.કન્સલ્ટન્ટ નામની ઓફિસમાંથી વડોદરા એસઓજીએ બનાવટી વિઝાને આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. જેમાં ભેજાબાજ મહેશ દેસાઇ અને રિયા નામની મહિલાની ધરપકડ કરી છે.
વડોદરા એસઓજીની ટીમે બાતમીને આધારે બી.આર.કન્સલ્ટન્ટ નામની ઓફિસ રેડ પાડી હતી. અને બનાવટી વિઝા અને દસ્તાવેજા જપ્ત કર્યાં હતા. બોગસ વિઝાને આધારે અનેક લોકોને વિદેશ મોકલવામાં આવ્યા હોવાની પોલીસને શંકા છે. પોલીસે પકડાયેલા બંને આરોપીની પૂછપરછ હાથ ધરી છે. અને આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે. આ કેસમાં કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવવાની શક્યતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




