વડોદરા,તા.૨૭
વડોદરા શહેર નજીક બીલ ગામમાં આવેલા રામજી મંદિરની ટ્રસ્ટની જમીન બારોબાર વેચી મારીને રૂપિયા ૩૧ લાખની છેતરપિંડી કરનાર ભેજાબાજની પોલીસે ધરપકડ કરી છે.
બીલ ગામમાં આવેલી રામજી મંદિરની ટ્રસ્ટની જમીનનો કેસ ચેરીટી કમિશનરની કચેરીમાં ચાલતો હતો. આ જમીન વડોદરા શહેરના મકરંદ દેસાઇ રોડ પર આવેલા અપેક્ષા પાર્ક સોસાયટીમાં રહેતા ધર્મેશ પ્રફુલભાઇ શાહે બારોબાર રૂપિયા ૩૧ લાખમાં વેચી દીધી હતી. ભેજાબાજ ધર્મેશે જમીન ખરીદનારને જણાવ્યું હતું કે, મારી માલિકીની જમીન છે. અને આ જમીનનો ચેરીટી કમિશનરની કચેરીમાંથી હુકમ થઇ ગયો છે. અને તે હુકમના બોગસ દસ્તાવેજ જમીન ખરીદનારને બતાવીને છેતરપિંડી કરી હતી. આ અંગેની ફરિયાદ ૧૧ ઓગષ્ટ, ૨૦૧૮ના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. જે ગુનામાં પોલીસે આજે ધર્મેશ શાહની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




