એમસીસીએ અશ્વિનને આપી ક્લીન ચિટ, કહ્યું : ‘માકંડેડ નિયમ જરૂરી’

0
5

મેલબોર્ન,તા.૨૭
ક્રિકેટના નિયમોના કસ્ટોડિયન મેર્લબોન ક્રિકેટ ક્લબ (એમસીસી )એ રવિચંદ્રન અશ્વિનને ક્લીન ચિટ આપી છે. અશ્વિને ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સના જાસ બટલરને માંકડેડ રનઆઉટ કર્યો હતો. આ રીતે આઉટ કરવા પર અશ્વિનની ટીકા થઇ હતી. જોકે અશ્વિને કહ્યું હતું કે, આ ઇન્સિટક્ટિવ હતું, એમાં રમત ભાવનાનો સવાલ ક્્યાંથી ઉભો થાય છે? હવે ક્રિકેટના નિયમના ગાર્ડિયન એમસીસીએ સ્પષ્ટ કર્યું છે કે અશ્વિને નિયમ પ્રમાણે જ બટલરને આઉટ કર્યો છે.
આ બાબતે એમસીસીએ પોતાની વેબસાઈટમાં એક સ્ટેટમેન્ટ આપ્યું હતું. તેમણે કહ્યું કે, તે ઘટનાને ધ્યાનમાં રાખતા માકંડેડવાળો નિયમ જરૂરી છે. તે ન હોય તો નોન-સ્ટ્રાઈકર એન્ડ ઉપર બેટ્‌સમેનને ક્રિઝની બહાર ઉભા રહેવાની આઝાદી મળી જશે. તેવું ન થાય તે માટે નિયમ હોવો જરૂરી છે.
એમસીસીએ કહ્યું હતું કે, એ સ્પષ્ટ કરવામાં આવે છે કે નિયમમાં એવું કંઈ નથી કે બોલરે બોલ ફેંક્યા પહેલા ક્રિઝની બહાર ઉભેલા નોન-સ્ટ્રાઈકરને ચેતાવણી આપવી પડે. ભારતના પૂર્વ કેપ્ટ્‌ન કપિલ દેવ અને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર શાન ટેટે અશ્વિને કરેલા રનઆઉટને યોગ્ય ગણાવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY