મીડિયા મોનીટરિંગનું ચોકસાઈ પૂર્વક નિરીક્ષણ કરતા ઓર્બ્ઝવર
વ્યારા, તા.૧૩
આદર્શ આચાર સંહિતાના ચુસ્ત અમલ સાથે ચૂંટણી નિષ્પક્ષ અને ન્યાયિક રીતે સંપન્ન થાય તે માટે પ્રિન્ટ-ઇલેકટ્રોનિક માધ્યમોમાં રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા પ્રસિદ્ધ કરાતી જાહેરખબર અને ચૂંટણીલક્ષી અન્ય સમાચારો(પેઇડ ન્યુઝ) અહેવાલોનું સતત મોનીટરિંગ કરી પ્રચાર-પ્રસારની તમામ ગતિવિધિઓ પર નજર રાખવા માટે જિલ્લા સેવાસદન બ્લોક-૪ના બીજા માળે જિલ્લા માહિતી કચેરી ખાતે શરૂ કરાયેલ સ્ઝ્રસ્ઝ્ર (મીડીયા સર્ટિફિકેશન એન્ડ મોનીટરિંગ કમિટી અને ઇલેકટ્રોનિક મીડીયા મોનીટરિંગ સેન્ટરની મુલાકાત લઇ કરવામાં આવી રહેલ સ્થાનિક ટીવી ચેનલોમાં આવતા ઓડિયો/વિડીયોના રાઉન્ડ ધ ક્લોક મોનીટરીંગ કામગીરીનુ ઝીણવટ ભર્યુ નિરીક્ષણ કર્યુ હતુ.
તેમણે ૨૩મી, એપ્રલે યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ દરમિયાન ચૂંટણી લડતા ઉમેદવારો તેમજ રાજકીય પક્ષોની ચૂંટણીલક્ષી માહિતી આંકડાકીય વિગતો મીડીયાને એક જ સ્થળેથી સતત મળી રહે તે માટે ભારતીય ચૂંટણી પંચની સૂચનાનુસાર જિલ્લાકક્ષાએ મીડીયા સેન્ટર કાર્યરત કરવામાં આવેલ મીડિયા સેન્ટરની પણ મુલાકાત લઈને ૨૩-બારડોલી બેઠક્માં સમાવિષ્ટ સાત વિધાનસભ વિસ્તારોના મતદારો મતદાનમથકો ચુંટણી અધિકારી/મદદનીશ ચુંટણી અધિકારીઓ નોડલ અધિકારીઓ આદર્શ આચાર સહિતસંહિતા, મતદાર હેલ્પલાઈન, મતદાન માટેના માન્ય દસ્તાવેજી પુરાવાઓ સહિત ફ્લેક્ષ પેનલ પર પ્રદિ્શત કરવામાં આવેલ આંકડાકિય વિગતોની વિસ્તૃત જાણકારી મેળવી હતી. આ પ્રસંગે મીડીયા સર્ટિફિકેશન એન્ડ મોનીટરિંગ કમિટીના સભ્ય સચિવ અને સહાયક માહીતી નિયામક આર.આર. તડવીએ રાજકીય પક્ષો, ઉમેદવારો દ્વારા ન્યુઝ ચેનલોમાં તથા રેડિયોમાં આપવામાં આવતી જાહેરાતો, પે ઈડ ન્યુઝ, સ્ક્રોલ અંગેની ઓડિયો-વીડિયોની રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવતી મોનીટરીંગ તથા મિડીયા સેન્ટરમાં પ્રદર્શિત કરવામાં આવેલ આકડાંકીય માહિતીથી ઓબ્ઝર્વરને વાકેફ કર્યા હતા. તેમણે સ્ઝ્રસ્ઝ્ર અને મીડિયા સેન્ટરની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય કે, જિલ્લા ચૂંટણીતંત્ર અને જિલ્લા માહિતી કચેરીના સંયુકત ઉપક્રમે કાર્યરત આ સેન્ટરમાં ૨૩-બારડોલી લોકસભા બેઠકના મતદાર વિભાગના સ્ત્રી-પુરૂષ મતદારોની સંખ્યા, નોડલ અધિકારી અને ચૂંટણી અધિકારીઓના નામ-સરનામા-સંપર્ક નંબર, આદર્શ આચાર સંહિતા, લોકસભા બેઠકના ચુંટણી અધિકારીના સંપર્ક નંબર, કંટ્રોલ રૂમના નંબરો, વેબસાઇટની વિગત, મતદારોની વિગતો સહિતની રસપ્રદ માહિતી ફલેક્ષ બેનરોના માધ્યમથી પ્રદર્શિત કરવામાં આવી છે. આ મુલાકાત વેળાએ માહિતી મદદનીશ ચીમન વસાવા, ટેકનીકલ આસીસ્ટન્ટ એચ.વી.ગોહીલ, ચૂંટ્ણી શાખાના ચંદ્રશેખર શર્મા સહિત માહિતી ખાતાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




