કોમ્પલેક્ષની જર્જરીત ગેલેરી તૂટી પડતા બે ઇજાગ્રસ્ત

0
7

વડોદરા,તા.૨૮
વડોદરા શહેરના પ્રતાપનગર રોડ પર આવેલા જય સાંઇનાથ ચેમ્બર્સના ત્રીજા માળે ગેલેરી તૂટી પડતા એક મહિલા સહિત બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત બંનેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રતાપનગર રોડ પર આવેલી જય સાંઇનાથ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે કિરણભાઇ પંચાલ અને પન્નાબહેન કલ્પેશભાઇ પટેલ રહે છે. આજે સવારે તેઓ પોતાના મકાનની બહારની ગેલેરીમાં ઉભા હતા. તે સમયે અચાનક જર્જરીત ગેલેરી તૂટી પડતાં બંનેને ઇજા પહોંચી હતી. ગેલેરી ધડાકા સાથે તૂટતા જ કોમ્પ્લેક્ષમાં અફરાતફરી મચી ગઇ હતી. આસપાસમાં રહેતા લોકો પણ અવાજ સાંભળી સ્થળ પર દોડી આવ્યા હતા. અને ઇજા પામેલા બંનેને સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. સયાજી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
કોમ્પ્લેક્ષમાં રહેતા લોકો તરફથી જાણવા મળ્યું કે, જય સાંઇનાથ કોમ્પ્લેક્ષ વર્ષો જુનું કોમ્પ્લેક્ષ છે. અને છેલ્લા કેટલાક સમયથી સમારકામ માટે આંતરીક વિવાદ ચાલી રહ્યો છે. આ કોમ્પ્લેક્ષમાં ૩૦ ફ્લોટ અને બેઝમેન્ટમાં દુકાનો છે. આ કોમ્પ્લેક્ષ ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં છે, ત્યારે કોમ્પ્લેક્ષમાં રહેતા લોકો અને દુકાનદારો જીવના જાખમે દિવસો પસાર કરી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY