વડોદરા,તા.૨૫
રાજ્યમાં હવે મહિલાઓ અને બાળકીઓ સુરક્ષિત રહી નથી. એક બાદ એક બળાત્કાર અને છેડતીના બનાવો વધી રહ્યા છે. ત્યારે વડોદરામાં સ્કૂલ વાનના ડ્રાઈવરે જ વિદ્યાર્થિની સાથે અડપલા કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.
મળતી માહિતી અનુસાર ગુજરાત પબ્લિક સ્કૂલના વાન ડ્રાઈવરે ધોરણ ૫માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા છે. વાનમાં વિદ્યાર્થિનીને એકલી બેસાડીને ડ્રાઈવરે આ શરમજનક કૃત્ય કર્યું છે. શારીરિક છેડછાડ બાદ વિદ્યાર્થિનીને આઘાત લાગતાં તે બીમાર પડી ગઈ હતી અને વિદ્યાર્થિનીએ સ્કૂલ જવાનું પણ છોડી દીધું હતું.
આ મામલે પરિવારજનોએ સ્કૂલ સંચાલકને જાણ કરી હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતાં વિદ્યાર્થિનીના વાલીઓમાં સ્કૂલ સામે રોષ જાવા મળી રહ્યો છે. ત્યારે પરિવારજનોએ ડ્રાઈવર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ માગણી કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



