ન્યુ દિલ્હી,તા.૬
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૨.૫૦ રૂપિયા ઓછા કર્યાના બે દિવસ પછી એટલે શનિવારે તેલની કિંમતોમાં ફરી વધારો જાવા મળ્યો છે
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૨.૫૦ રૂપિયા ઓછા કર્યાના બે દિવસ પછી એટલે આજે શનિવારે તેલની કિંમતોમાં ફરી વધારો જાવા મળ્યો છે. ગુરૂવારે કેન્દ્ર સરકાર અને બીજેપી શાસિત રાજ્યોએ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં અઢી-અઢી રૂપિયા ઓછા કર્યા હતાં.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં વૃદ્ધિ થતા આજે ફરી તેલની કિંમતોમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૧૮ પૈસાની વૃદ્ધિ થઇ અને આ ૮૧.૬૯ રૂપિયે પ્રતિ લીટર મળી રહ્યું છે. જ્યારે ડીઝલના ભાવમાં ૨૯ પૈસાની વૃદ્ધિ થઇ છે અને આ ૭૯.૮૯ રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે.
મુંબઇમાં પણ પેટ્રોલ ૧૮ પૈસા મોંઘુ થયુ છે અને આ ૮૭.૧૫ રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. જ્યારે ડીઝલના ભાવમાં ૭૦ પૈસા ઓછા થયા છે અને તે ૭૬.૭૫ રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે.
રાજ્યમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે.
અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ.૭૮.૬૭, ડીઝલ રૂ. ૭૬.૫૪
નર્મદામાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ.૭૯.૦૭, ડીઝલ રૂ.૭૬.૯૪
જામનગરમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ.૭૮.૬૨, ડીઝલ રૂ.૭૬.૪૯
અંબાજીમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ.૭૯.૨૯, ડીઝલ રૂ.૭૭.૧૧
ભરૂચમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ.૭૮.૫૮, ડીઝલ રૂ.૭૬.૪૭
બનાસકાંઠામાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ.૭૮.૮૨, ડીઝલ રૂ.૭૬.૭૦
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




