જામનગર,તા.૨૫
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં બુધવારે બપોર પછી અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ગ્રામ્ય પંથકોમાં કમોસમી વરસાદી ઝાપટાંના કારણે ઘાસચારો અને મગફળીને પણ વેરવિખેર કરી નાખી હતી. વાવાઝોડા સ્વરૂપે આવેલા ભારે પવન સાથેના વરસાદના ઝાપટાંથી ખેડૂતોને ભારે નુકસાન સેહવાની આફત આવી છે. એક બાજુ ચોમાસાની ઋતુમાં નહીંવત વરસાદ અને બીજી બાજુ મોલાત નીકળતી વેળાએ કમોસમી વરસાદ પડતા ખેતરોમાં રહેલું ધાન પણ બગડ્યું છે. કમોસમી વરસાદથી મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોને પડ્યા પર પાટુ પડ્યું હોય તેવી માઠી દશા જાવા મળી રહી છે.
કલ્યાણપુરના દૂધિયા સૂર્યાવદર તેમજ ખંભાળિયાના લાલપરડા અને આસપાસના ગામડાઓમાં બુધવારે બપોર બાદ અચાનક ભારે પવન સાથે કમોસમી વરસાદી ઝાપટાંથી ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. તેમજ ખેતરમાંથી નીકળી રહેલી મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. દ્વારકા જિલ્લામાં ઓણ સાલ કુદરત જાણે રૂઠ્યો હોય તેમ નહીંવત વરસાદ અને હવે કમોસમી વરસાદથી ખેડૂતો ફરિયાદ પણ કોણે કરવા જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. મોડી સાંજ સુધી દ્વારકા ડિઝાસ્ટર કંટ્રોલમાં કલ્યાણપુર તાલુકામાં વરસાદના આંકડા ૧૫ મીમી નોંધાયા હતાં, જ્યારે ખંભાળિયાના ગ્રામ્ય પંથકના આંકાડા નોંધાયા ન હતાં.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




