હવે નહિ જાય ગટરમાં ઉતરતા સફાઈ કર્મચારીઓનો જીવ
વડોદરા,તા.૩૧
સ્માર્ટ સીટી વડોદરા માં ડ્રેનેજની સફાઈ હવે રોબોટ કરશે. કારણ કે કોર્પોરેશને કેરલની એક કંપની પાસેથી રોબોટ મંગાવી તેનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. આ રોબોટ આગામી સમયમાં વડોદરાના માર્ગો પર ડ્રેનેજની સાફ સફાઈ કરતા જોવા મળશે.
વડોદરાના મેયર જીગીશા શેઠે જણાવ્યું કે, વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ગટર લાઇનોની સફાઈ માટે એક નવી વ્યવસ્થા અપનાવી રહી છે. વડોદરા મહાનગરપાલિકાએ રોબોટની ખરીદી કરવાની વિચારણા કરી રહી છે. જેના માટે છેલ્લા પાંચ દિવસથી રોબોટથી ગટરની સાફ સફાઈ કરાવી ડેમોસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. વડોદરા કોર્પોરેશન કેરળની જેન રોબોટિક્સ સ્ટાર્ટ અપ કંપનીના યુવાનો પાસે રોબોટની આચારસંહિતા બાદ ખરીદી કરશે. વડોદરાના મેયરે કહ્યું કે ડ્રેનેજની સફાઈ કરતા સમયે કેટલીકવાર કર્મચારીઓના મૃત્યુ થાય છે. રોબોટ આવ્યા બાદ કર્મચારીઓને ડ્રેનેજમાં નહી ઉતારાય.
કેરળની કંપનીએ વિવિધ પ્રકારના વાયરિંગથી જાડાણ કરી રોબોટનું નિર્માણ કર્યું છે અને તેની સાથે કેમેરા પણ લગાડ્યા છે. જેના કારણે રોબોટને ગટરમાં ઉતારાય તો અંદરની સ્થિતિ જાણી શકાય. રોબોટ કામ કરે તે માટે બહાર લાગેલા ડિસ્પ્લે પર જાઈ શકાય અને કમાન્ડ પણ આપી શકાય તેવી વ્યવસ્થા છે. રોબોટ એક વખતમાં ૨૦થી ૨૩ લિટર કચરો બહાર લાવી શકે છે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રોબોટમાં માનવીના જેમ હાથ, આંખ, પગ, મોઢા લાગેલા છે, જે ઈલેક્ટ્રીક પાવરથી ચાલે છે અને ૮ કલાકની કેપિસીટી છે. કોર્પોરેશનના ડ્રેનેજ સફાઈ કર્મચારી કહે છે કે રોબોટથી કર્મચારીઓને ખૂબ ફાયદો થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



