ભારતમાં મને પોસ્ટર બોય બનાવી દેવામાં આવ્યોઃ વિજય માલ્યા

0
26

ન્યુ દિલ્હી,તા.૩૧
ભારતની બેંકોના આશરે રૂ. ૯ હજાર કરોડ લઈને વિદેશ ભાગી ગયેલા ૬૨ વર્ષિય વેપારી વિજય માલ્યાએ ફરી એક વખત ટિવટ્‌સ કરીને બીજેપી પર પ્રહાર કર્યા છે. માલ્યાએ ટિવટ કરીને જણાવ્યું કે, સરકારે મારી પાસેથી વધારે રકમ વસૂલ કરી લીદી છે. પોતાના ટિવટમાં વિજય માલ્યાએ પીએમ નરેન્દ્ર મોદીએ તાજેતરમાં એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂનો પણ હવાલો આપ્યો હતો.
વિજય માલ્યાએ પ્રથમ ટિવટમાં લખ્યું કે, મેં વડાપ્રધાન મોદીનું ઇન્ટરવ્યૂ જોયું હતું. જેમાં તેમણે મારું નામ લેતા કહ્યું કે મારી પાસેથી બેંકોએ રૂ. ૯ હજાર કરોડ રૂપિયા લેવાના બાકી છે, તેમની સરકારે મારી રૂ. ૧૪ હજાર કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે. આ વાતની પુષ્ટિ ખુદ વડાપ્રધાને કરી છે. ભાજપના પ્રવક્તાઓ શા માટે ભાષણબાજીમાં મારું નામ લેતા રહે છે?
વિજય માલ્યાએ વધુ એક ટિવટ કરીને લખ્યું કે, “ભારતમાં મને પોસ્ટર બોય બનાવી દેવામાં આવ્યો છે. આ વાતની પુષ્ટિ ખુદ પીએમ કરી ચુક્વ્યા છે. જેટલા મેં કથિત રીતે બેંકો પાસેથી લીધા તેનાથી વધારે તો સરકાર વસૂલ કરી ચુકી છે. હકીકત એવી છે કે હું ૧૯૯૨થી બ્રિટનનો નાગરિક છું. ભાજપ કહે છે કે હું ભાગેડૂ છું.
નોંધનીય છે કે ઈડીએ તાજેતરમાં જ વિજય માલ્યાના શેર વેચીને રૂ. ૧૦૦૮ કરોડ મેળવ્યા છે. આ પૈસા વિજય માલ્યાના યૂનાઇટેડ બ્રુઅરીઝ હોલ્ડિંગ્સ લિમિટેડ (યૂબીએચએલ)ના શેરે વેચીને મેળવવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY