આરોગ્ય વિભાગે કાર્બાઇડથી પકવાતા ૧૨૦ કિલો પપૈયાનો નાશ કર્યો

0
8

વડોદરા,તા.૧
કાર્બાઇડ પાવડરનો ઉપયોગ કરીને કેરી પકાવીને વેચાણ કરતા વેપારીઓની વખારોમાં સોમવારે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. જોકે, આરોગ્ય વિભાગને કાર્બાઇડ પાવડરથી પકાવવામાં આવેલી કેરીઓ મળી આવી ન હતી. પરંતુ કાર્બાઇડ પાવડરથી પકાવેલા પપૈયા ૧૨૦ કિલો જેટલા મળી આવતા નાશ કર્યો હતો.
ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ વડોદરા શહેરમાં ફળોના રાજા કેસર, બદામ, લંગડા જેવી કેરીનું આગમન થઇ ગયું છે. વડોદરા શહેરના વેપારીઓ દ્વારા કાર્બાઇડ પાવડરનો ઉપયોગ કરીને કેરી પકાવીને વેચાણ કરતા હોય છે. જે આરોગ્ય માટે હાનિકારક હોય છે, ત્યારે કાર્બાઇડ પાવડર દ્વારા કેરીઓ પકવતા વેપારીઓને અટકાવવા માટે આજે વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ખંડેરાવ માર્કેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
ફૂડ સેફ્ટી ઓફિસરે જણાવ્યું હતું કે, ખંડેરાવ માર્કેટમાં કેરીઓની ૫૫ જેટલી વખારોમાં બે ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. હાઇકોર્ટની ગાઇડ લાઇન મુજબ કાર્બાઇડ પાવડરથી ફળોને પકાવવામાં આવે નહીં. તેવી સૂચના આપવામાં આવી છે. જે સૂચના અનુસાર આજે ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન કાર્બાઇડ પાવડરથી પકાવેલી કેરીઓ મળી આવી નથી. પરંતુ ૧૨૦ કિલો પપૈયા કાર્બાઇડ પાવડરથી પકાવેલા મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY