વડોદરા,તા.૧
એમ.એસ.યુનિવર્સિટી ટેક્નોલોજી ફેકલ્ટીના કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગની વિદ્યાર્થિની શૈલી પરીખને ગૂગલમાં વાર્ષિક ૧.૫૭ કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું છે. એમ.એસ.યુનિવર્સિટીમાં પ્રથમવાર કોઇ વિદ્યાર્થીને ગૂગલમાં જાબ ઓફર થઇ છે.
બીઇ કોમ્પ્યૂટર સાયન્સની સાથે સાથે યુનિવર્સિટીના જ કોમ્પ્યૂટર સેન્ટરમાં ઇન્ટર્નશિપ કર્યા બાદ અમેરિકાની સધર્ન કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં માસ્ટરનો અભ્યાસ કરનાર શૈલી પરીખને છેલ્લું સેમેસ્ટર ચાલુ છે, ત્યારે જ ગૂગલમાં ૧.૫૭ કરોડનું પેકેજ આપવામાં આવ્યું છે. ગૂગલમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે પસંદગી પામનાર શૈલીએ જણાવ્યું હતું કે પહેલાંથી જ ગૂગલમાં જાબ કરવાની ઇચ્છા હતી જે સાકાર થઇ છે. એમ.એસ.યુનિવર્સિટીમાં કરેલી ઇન્ટર્નશિપ ખૂબ જ ઉપયોગી સાબિત થઇ છે. તે સમય દરમિયાન પીએચડીના વિદ્યાર્થીઓના મેન્યુઅલ પ્રોસેસ કરીને ધક્કા ખાવા પડતા હતા તે તમામ વસ્તુઓ ઓનલાઇન કરી શકાય તે પ્રકારનો પ્રોજેકટ પૂર્ણ કર્યો હતો. જેના કારણે પીએચડી કરનારા વિદ્યાર્થીઓને સરળતા થઇ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




