સયાજીબાગ ઝૂમાં માદા હિપ્પોએ હુમલો કરતા નર હિપ્પો ઇજાગ્રસ્ત

0
6

વડોદરા,તા.૪
વડોદરા શહેરના સયાજીબાગ ઝૂમાં ગત રાત્રી દરમિયાન માદા હિપ્પોએ ફેન્સિંગ તોડીને નર હિપ્પો પાસે પહોંચી ગઇ હતી. આ સમયે નર હિપ્પો અને માદા હિપ્પો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં નર હિપ્પો ઇજાગ્રસ્ત થયો હતો. જેથી વેટરનરી ડોક્ટર્સ દ્વારા નર હિપ્પોને સારવાર આપવામાં આવી રહી છે.
સયાજીબાગ ઝૂના ક્યુરેટર પ્રત્યુશ પાટણનગર જણાવ્યું હતું કે, માદા હિપ્પો અને તેનું બચ્ચાને કંઇ થયુ નથી. માત્ર નર હિપ્પોને પાછળના પગે ઇજાગ્રસ્ત થયો હતો. હાલ અમે તેને સારવાર આપી રહ્યા છીએ.
માદા હિપ્પોએ કરેલા હુમલા બાદ ઇજાગ્રસ્ત હિપ્પોને સારવાર આપવા માટે ક્રેઇનની મદદ લેવી પડી હતી. થોડા મહિના પહેલા જ કુતરાઓએ કાળીયાર ૬ હરણને ફાડી ખાધા હતા. ત્યારે પણ સયાજીબાગ ઝૂની સુરક્ષા સામે સવાલો ઉભા થયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY