જળસંકટ… ઉકાઈમાં માત્ર ૨૩.૩૭ ટકા જ પાણી

0
7

સુરત,તા.૪
ઉપરવાસમાં ઓછા વરસાદના કારણે હાલમાં ઉકાઇ ડેમની સપાટી વર્ષો બાદ ખૂબ જ ચિંતાજનક સ્થિતિમાં મુકાઇ ગઇ છે. પહેલી એપ્રિલે ઉકાઇ ડેમની સપાટી માત્ર ૨૯૪ ફુટ નોંધાઇ હતી. જ્યારે ડેમમાં પાણીનો કુલ જથ્થો ૧૭૦૪ એમસીએમ છે. ગત વર્ષની સરખામણીમાં લેવલ ૧૩ ફુટ નીચે છે. જેના કારણે ચાલુ વર્ષે સુરત શહેરમાં ઉનાળાના ચાર માસ દરમ્યાન પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાવાના એંધાણ છે. હજુ તો ઉનાળો જામ્યો નથી ત્યાં ઉકાઇ ડેમની આ સ્થિતિ છે ત્યારે આગામી જુલાઇ સુધી શહેરમાં પાણીની બૂમરાણ ઉઠવાની પ્રબળ સંભાવના સેવાઇ રહી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત ૨૯ માર્ચ ૨૦૧૯ના આંકડાઓનું માનીએ તો ઉકાઇમાં માત્ર હવે ૨૩.૩૭ ટકા પાણી બચ્યું છે.
શહેરીજનોને દૈનિક ૧૧૫૦થી ૧૨૦૦ એમએલડી પાણીનો જથ્થો પાલિકા આપે છે. ઉનાળામાં ડિમાન્ડ ૧૦થી ૧૨ ટકા વધી જાય છે. જેથી ૧૦૦થી ૧૫૦ એમએલડી વધુ પાણીની આવશ્યકતા ઉભી થશે. ઉદ્યોગોને ૮૫ એમએલડી પાણી અપાઇ છે. પરંતુ પાણીની ઘટ સર્જાશે તો ઉદ્યોગને અપાતા પાણીમાં કાપ મુકાશે. ભરત દલાલ, સિટી ઇજનેર, પાલિકા
ઉકાઇ ડેમની સપાટી ૨૮૫ ફુટની નીચે પહોંચે ત્યારે ૧૭મી સદીનો પાણીમાં ગરકાવ થયેલો ગાયકવાડ સમયનો કિલ્લો નજરે ચઢે છે. પહેલીવાર ૨૦૧૬ અને બીજીવાર ૨૦૧૮માં જુન માસમાં આ કિલ્લો દેખાયો હતો. પરંતુ ચાલુ વર્ષે તો મે માસમાં જ સપાટી ૨૮૫ ફુટ નીચે જઇ શકે એમ છે. જેથી મે માસના બીજા વીક બાદ કિલ્લો દેખાશે તેવી શક્્યતા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY