ગુડી પડવાએ ‘વોટ ફોર ઇન્ડિયા’ થીમ આધારિત વિશાળ રંગોળી બનાવાઈ

0
47

વડોદરા,તા.૬
વડોદરામાં ગુડી પડવા નિમિત્તે બે હજાર ચોરસ ફીટ વિસ્તારમાં વોટ ફોર ઈન્ડીયા થીમ આધારિત રંગોળી બનાવવામાં આવી છે. લોકસભાની ચૂંટણીમાં લોકો વધુને વધુ મતદાન કરવા આવે તે માટે મતદારો મતદાન અંગે જાગૃતિ કેળવાય તેને ધ્યાનમાં રાખીને આ વખતે રંગોળીમાં વોટ ફોર ઇન્ડિયા થીમ રાખવામાં આવી હતી. એકદંતા રંગોળી કલાકાર ગ્રુપના કલાકારો દર વર્ષે ગુડી પડવા પર આ રીતે રંગોળી બનાવે છે.
ગયા વર્ષે ગુડી પડવા પર પર્યાવરણ થીમ આધારિત રંગોળી બનાવી હતી સવારે પાંચ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં વાડી ભારતમાતા મંદિર ખાતે કલાકરો રંગોળી બનાવવા કામે લાગ્યા હતા અને આશરે ત્રણ કલાકમાં ૪૫૦ કિલોનો ઉપયોગ કરીને ૧૪ રંગોળી બનાવી હતી.
રંગોળીમાં સેન્ટરમાં વોટ ફોર ઇન્ડિયાના બેનર દર્શાવી ભારતીય સંસ્કૃતિના શુભ ચિહ્નો અને તેના મૂળ તત્વોની માહિતી સાથે સાંકળીને ડિઝાઇન બનાવી હતી. આ રીતે મુખ્ય માર્ગના પટ્ટા પર આકર્ષિત રંગોળી તૈયાર કરી હતી. સામાજિક સદ્ભાવના સાથે લોક જાગૃતિ દાખવી મતદાન અભિયાનનો સંદેશો આપતી રંગોળી મહારુદ્ર હનુમાન સંસ્થા મહાદેવ તળાવ વાડી દ્વારા કરાઈ હતી. રંગોળી પ્રદર્શન રાત્રિના ૧૧ વાગ્યા સુધી ચાલુ રહ્યું છે. આ કલાકાર ગ્રુપ દ્વારા દિવાળીએ સલાટવાડા હાઇસ્કુલ ખાતે ૫૦૦૦ ચોરસ ફૂટની વિશાળ રંગોળી તૈયાર કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY