વડોદરા,તા.૮
ગુજરાતમાં હંમેશા રાજકીય ધ્યાનાકર્શક બની રહેલ પ્રતિષ્ઠારૂપ વડોદરા લોકસભાની બેઠક પર વડોદરાનાં સ્થાનિક દૈનિક અખબાર ‘યથાર્થ’નાં તંત્રી લાયન ડો.યાસીન પોલરાએ ‘ન્યુ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ પાર્ટી’નાં ઉમેદવાર તરીકે ઝંપલાવતા ત્રીજા પરિબળનાં ઉદય સાથે નવાજ રાજકીય સમીકરણો ઉભા થયાં છે.
વડોદરામાં ૧૯૫૨ થી ૨૦૧૪ સુધીની લોકસભાની યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે અત્યાર સુધી ૭ વખત ચૂંટણી જીતી છે જેમાં ૧૯૫૨ થી ૧૯૮૪ સુધીના ગાળામાં ૮ ચૂટણી યોજાઇ તેમાં કોગ્રેસનો ૭ વખત વિજય થયો હતો. ૧૯૬૭માં સ્વતંત્ર પક્ષે કોગ્રેસને ફાવવા દીધુ ન હતું. ૧૯૮૯ થી ૨૦૧૪ સુધીમાં ૯ ચૂટણી યોજાઇ તેમાં કોગ્રેસ એક જ વખત જીતી શકયુ છે,બાકી ૭ વખત ભાજપનો ભગવો લ્હેરાયો છે. ૧૯૮૯માં જનતાદળે વિજય મેળવ્યો હતો. ૧૯૯૮થી વડોદરામાં ભાજપનો જયજયકાર છે. વડોદરા બેઠક ભાજપની સૌથી સુરક્ષિત બેઠક ગણાય છે પણ આ વખતે કોંગ્રેસ લડાયક મૂડમાં છે.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણી યોજાઇ ત્યારે વડોદરાએ ૫,૭૦,૧૨૮ મતથી નરેન્દ્રભાઇ મોદીને જીતાડી દીધા હતા અને વડોદરાએ આ રીતે દેશને ત્રીજા ગુજરાતી વડાપ્રધાન આપ્યા હતા. ૨૦૧૪માં ૧૬મી સપ્ટેમ્બરે નરેન્દ્રભાઇ મોદીના રાજીનામાથી ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી જેમાં રંજનબેન ભટ્ટ ૩,૨૯,૫૦૭ મતથી જીત્યા હતા.
૨૦૧૯ લોકસભાની રસાકસી ચૂંટણીના જંગમાં વડોદરા લોકસભાના ઉમેદવારમાં ભાજપ તરફથી રંજનબેન ભટ્ટને પુનઃ ટિકિટ ફાળવી છે. કોગ્રેસ તરફથી પ્રશાંત પટેલને ઉતારવામાં આવ્યા છે. જયારે પ્રથમ વખત સૌથી જુની ગણાતી ન્યુ ઓલ ઈન્ડિયા કોગ્રેસ પાર્ટીએ વડોદરામાં પત્રકારત્વ-હોસ્પિટાલિટી-બિલ્ડર ક્ષેત્ર સાથે સંકળાયેલા લાયન ડો. યાસીન પોલરાને ઉતારવામાં આવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



