મતદારોને ધમકી આપતા વીડિયો મામલે મધુ શ્રીવાસ્તવને શો-કોઝ નોટિસ મળી

0
11

ડોદરા,તા.૮
વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારના ચૂંટણી પ્રચારની જાહેર સભામાં મતદારોને કમળને મત નહીં આપો તો ઠેકાણે પાડી દેવાની ધમકી આપનાર વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને વડોદરા જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીઓએ નોટિસ આપી છે. અને ચૂંટણી પંચે મધુ શ્રીવાસ્તવને ૩ દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે.
વડોદરા જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, અમે વીડિયો જાઇને મધુ શ્રીવાસ્તવને નોટિસ આપી છે અને ચૂંટણી પંચના નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, મને ચૂંટણી અધિકારીની નોટિસ મળી છે અને હું તેનો યોગ્ય જવાબ આપી દઇશ.
વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબહેન ભટ્ટના પ્રચાર માટે વાઘોડિયા ખાતે જાહેર સભા યોજાઇ હતી. જેમાં વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મતદારોને કમળને મત નહીં આપો તો ઠેકાણે પાડી દેવાની ખુલ્લેઆમ ધમકી આપી હતી. આ ઉપરાંત મીડિયાને ઠેકાણે પાડી દેવાની પણ તેઓએ ધમકી આપી હતી. દરેક ચૂંટણી સભામાં ચૂંટણી આચર સંહિતા અધિકારીની ટીમ હાજર હોય છે, જેથી વાઘોડિયા ખાતે યોજાયેલી જાહેર સભામાં ચૂંટણી આચાર સંહિતા અધિકારી હાજર હતા. તો અધિકારીએ તે જ દિવસે મુખ્ય ચૂંટણી અધિકારીને રિપોર્ટ કેમ ન કર્યો. તે સવાલ પણ ઉભો થયો હતો. પરંતુ ચૂંટણી અધિકારીએ વીડિયો જાયા બાદ હવે કાર્યવાહી કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY