વડોદરા,તા.૯
વડોદરા નજીક પારૂલ યુનિવર્સિટીમાં ટેક્નોલોજીના સ્ટુડન્ટ્સ દ્વારા ટેક એક્સ્પો યોજાયો હતો. આ એક્સ્પોમાં સ્ટુડન્ટ્સ દ્વારા વર્તમાન અને આવનારા સમયની માંગ મુજબના પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સોલાર સંચાલિત કાર અને બાઇક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
વડોદરા નજીક વાઘોડિયા પાસે આવેલી પારૂલ યુનિવર્સિટીમાં ટેક્નોલોજી વિભાગના ફાઇનલ યરના ડિપ્લોમા અને ડિગ્રીનો અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સ માટે ટેક એક્સ્પો યોજાયો હતો. આ ટેક એક્સ્પોમાં સ્ટુડન્ટ્સે વિવિધ પ્રોજેક્ટ્સ દ્વારા રજૂ કર્યાં હતાં. જેમાં એક સ્ટુડન્ટ ગૃપ દ્વારા સોલાર સંચાલિત કાર બનાવવામાં આવી હતી. પ્રદૂષણ મુક્ત કાર આવનાર દિવસોની માંગ હશે. તેમ સ્ટુડન્ટ્સેએ જણાવ્યું હતું. આ ઉપરાંત અન્ય સ્ટુડન્ટ ગૃપ દ્વારા સોલર સંચાલિત બાઇક, સ્કૂટર, વાયરલેસ લેઝર મશિન, મલ્ટી પર્પઝ મટિરિયલ હેન્ડલિંગ ટ્રોલી અને મલ્ટી પર્પઝ ડ્રોન સહિતના પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા.
પારૂલ યુનિવર્સિટીના પ્રમુખ ડો. દેવાંશુ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં પારૂલ યુનિવર્સિટીમાંથી ૧૨૭ પેટન્ટ અને કોપી રાઇટ ભારત સરકારના પેટન્ટ વિભાગમાં રજૂ કરવામાં આવ્યા છે. જેને પેટન્ટ વિભાગ દ્વારા પસંદ કરવામાં આવી છે. જે યુનિવર્સિટી માટે ગૌરવની વાત છે. વર્ષ-૨૦૧૬માં પારૂલ યુનિવર્સિટી સૌથી વધુ પેટન્ટ રજિસ્ટર્ડ કરવામાં સાતમાં નંબર ઉપર રહી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





