સુરત,તા.૯
લોકસભાની ચૂંટણીમાં સરહદ પર ફરજ બજાવનારા લશ્કરના જવાનો પણ પોતાના મનગમતા ઉમેદવારને મત આપી શકે તે માટે ચૂંટણીપંચે ખાસ હાઇટેક વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થા હેઠળ ઇલેક્શન અધિકારી દ્વારા જે-તે લશ્કરના કમાન્ડિંગ ઓફિસરને ઈમેલ દ્વારા ઈ બેલેટ પેપર મોકલી અપાશે. સાથે જ બીજા ઈમેલથી પાસવર્ડ પર મોકલી અપાશે.
જવાનો આ ઈ-મેલથી ઈ બેલેટ પેપર ડાઉનલોડ કરીને તેમાં પોતાના મનગમતા ઉમેદવારને મત આપીને સીલબંધ કવરમાં પોસ્ટ દ્વારા પોતાના વિસ્તારના ચૂંટણી અધિકારીને આ ઇ બેલેટ પેપર મોકલી આપશે. મતગણતરીના દિવસે બેલેટ પેપરની પણ ગણતરી થશે.
આ ચૂંટણીમાં પંચ હાઇટેક બન્યું છે અત્યાર સુધી બાઈક પોસ્ટ મોકલાવતા હતા. હવે ઈમેલથી મોકલાવતા ઘણી સરળતા રહી છે. સુરત શહેર જિલ્લામાં કુલ ૩૫૪ જેટલા સર્વિસ વોટર છે. આમ આઈ બેલેટ પેપર હાલમાં બરડાની પ્રિન્ટિંગ પ્રેસમાં છપાઈ રહ્યા છે. છપાયા બાદ જાતે સર્વિસ વોટરને મોકલી અપાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




