વડોદરા,તા.૨૩
વડોદરા લોકસભાની ચૂંટણીના મતદાન ટાણે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ જ આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. ભાજપના આઈટી સેલના પ્રમુખ તૃષા ગજ્જરે મતદાન મથકમાં વોટ કરતી વખતે પોતાનો ફોટો મોબાઈલ પર ખેંચ્યો હતો અને ફેસબૂક પર પોસ્ટ કર્યો હતો.તેણે સાથે સાથે ભાજપના મતદારોને મત આપવા માટે અપીલ કરી હતી.
બીજી તરફ યુવક કોંગ્રેસના મહામંત્રી મિતેશ ઠાકોરે પણ આ જ રીતે મતદાન કરતી વખતે મોબાઈલ પર વીડિયો ઉતારીને પોતાના ફેસબુક એકાઉન્ટ પર તેનો વીડિયો પોસ્ટ કર્યો હતો. આચાર સંહિતા પ્રમાણે બૂથમાં મોબાઈલ લઈ જવા પર અને ફોટા પાડવા પર પ્રતિબંધ છે. આવુ જાણતા હોવા છતા ભાજપ અને કોંગ્રેસના આ નેતાઓએ પ્રસિધ્ધિ મેળવવા માટે સોશ્યલ મીડિયા પર ફોટા પાડીને વાયરલ કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




