અંક્લેશ્વર ખાતેથી ચોરીની મો.સા. સાથે એક કિશોરને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.

0
341

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લા મા બનતા મિલકત સંબંધી તથા વાહન ચોરી ના ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સુચના મળેલ જે અનુસંધાને એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના પો.સ.ઇ વાય.જી.ગઢવી તથા ટીમના પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા દરમ્યાન પો.કો. સરફરાજભાઇ ને મળેલ બાતમી હકીકત આધારે અંક્લેશ્વર કરજણ નહેર યોજના પાસે નાની રેલ્વે ફાટક પાસેથી એક કિશોર ને તેના’ કબ્જામાંની હોન્ડા સ્પ્લેન્ડર મો.સા. જીજે-16-બીએફ-4805 સાથે રોકી લેવામા આવેલ અને મો.સા. રજી.અંગેના કાગળોની માંગણી કરતા નહી હોવાનું જણાવેલ જેથી તેના કબ્જામાંથી મળી આવેલ સ્પ્લેન્ડર મો.સા. ની કી.રૂ. ૧૫,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરવામા આવેલ અને મો.સા સાથે મળી આવેલ કિશોર ની પુછપરછ કરતા તેના કબ્જામાંથી મળી આવેલ મો.સા. મોજ શોખ કરવા તેમજ ફરવા સારૂ આશરે સાતેક દિવસ અગાઉ અંક્લેશ્વર નિરાંતનગરના ગેટ સામે થી ચોરી કરી મેળવેલ હોવાનું જણાવેલ જેથી જણાવેલ હકીકત આધારે ખાત્રી કરતા કબ્જે કરવામા આવેલ મો.સા ની ચોરી બાબતે અંક્લેશ્વર શહેર પો.સ્ટે. મા ગુ.ર.નં- । ૬૮/૨૦૧૯ ઇ.પી.કો.ક-૩૭૯ મુજબ ગુનો દાખલ થયેલ જે ગુનો અનડીટેકટ હોય ડીટેકટ કરવામા આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY