મુસાફર બેસાડવા બાબતે બે રિક્ષાચાલક વચ્ચે બબાલ, ચાકૂથી હુમલો કરાયા

0
11

વડોદરા,તા.૨૬
વડોદરા શહેરના ભરચક માંડવી-ચાંપાનેર રોડ ઉપર ઓટો રિક્ષામાં મુસાફરો બેસાડવા બાબતે એક રિક્ષા ચાલકને અન્ય રિક્ષા ચાલકે ચાકૂના ૫ ઘા મારી હત્યાનો પ્રયાસ કરાયો હતો. ઇજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
વડોદરા શહેરના ફતેપુરા કુંભારવાડામાં પિન્ટુ શ્રવણભાઇ મારવાડી (ઉં.વ.૨૮) રહે છે. અને ઓટો રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. પિન્ટુ પોતાની રિક્ષામાં માંડવીથી હરણી તરફના મુસાફરો બેસાડી રહ્યો હતો. તે સમયે હાથીખાના મહાવત ફળિયામાં રહેતા અને રિક્ષા ચલાવતા મારૂફ મકસુદ શેખે મુસાફરો બેસાડવા બાબતે પિન્ટુ સાથે ઝઘડો કર્યો હતો. જેમાં પિન્ટુએ મારૂફને લાફા મારતા મારૂફ શેખ રોષે ભરાયો હતો. અને પોતાની રિક્ષામાંથી ચાકૂ લઇ પિન્ટુના ગળા, પેટ અને હાથ પર ઘા માર્યા હતા. હુમલાખોર પિન્ટુને પેટમાં ચાકૂ મારવા જતાં પિન્ટુએ ચાકૂ પકડી લેતા હાથના પંજામાં ઇજા પહોંચી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY