વડોદરા,તા.૩૦
વડોદરાની હલદર ગ્રુપ દ્ગારા છેતરપિંડીનો મામલે સીઆઈડીએ હલદર ગ્રુપની રૂપિયા ૫૭ કરોડની મિલકત ટાંચમાં લઇ લીધી છે. સીઆઈડીએ હાલ વડોદરા, નડિયાદ, દાહોદ, વાઘોડિયાની મિલકત ટાંચમાં લઇ લીધી છે. વડોદરાની હલદર ગ્રુપ પર ઉંચા વ્યાજની લાલચ આપી ૭૬ હજાર લોકોને છેતર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરાના વારસિયા રિંગરોડ પાસે હલદર ગ્રુપની ઓફિસ ચલાવતા હતા. અને ત્યાંથી તેઓ ઉંચા વ્યાજની લાલચ આપી ૭૬ હજાર લોકોને વિશ્વાસમાં લઇ તેમની પાસેથી કરોડો રૂપિયા ખંખેર્યા હતા. ત્યારબાદ લોકોને છેતરાયાવ હોવાનો અંદાજ આવતા તેમનો પોલીસ સ્ટેશનમાં હલદર ગ્રુપ પર છેતરપીંડીનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
હાલ વડોદરા પોલીસે હલદર ગ્રુપ દ્વારા કરોડોની છેતરપીડીના મામલે સપાટો બોલાવ્યો છે. સીઆઈડીએ હલદર ગ્રુપની ૫૭ કરોડની મિલકત ટાંચમાં લઈ લીધી છે. આ કેસમાં ઉંચા વળતરની લાલચ આપી ૭૬ હજાર રોકાણકારોને હલદર ગ્રુપ દ્વારા છેતરવામાં આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



