અભિનેતા સુશાંત સિંહ પર લાગ્યો શોષણનો આરોપ,મેસેના સ્ક્રિનશોટ શેર કર્યા

0
14

મુંબઈ,તા.૧૯
હાલના દિવસોમાં યૌન શોષણની અનેક ઘટનાઓ વચ્ચે બોલિવૂડના મોટા મોટા નામ સામે આવી રહ્યાં છે. આવામાં જાધપુરમાં પોતાની ફિલ્મ કિજ્જે ઔર મન્નીનું શુટિંગ કરી રહેલા સુશાંત સિંહ રાજપૂત પર પોતાની કો-સ્ટારને ‘ઓવર ફ્રેન્ડલી’ વ્યવહારના પગલે પરેશાન અને ‘અસહજ’ કરવાના અહેવાલો સામે આવ્યાં હતાં. એવા અહેવાલ છે કે સુશાંતની હરકતોએ તેની નવી કો-સ્ટાર સંજના સંઘીને ખુબ પરેશાન કરી નાખી હતી. પરંતુ આ બધા વચ્ચે સુશાંતે સ્પષ્ટતા કરતા કહ્યું કે સંજના સાથે જે વાત થઈ તેના સ્ક્રીન શોટ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
હકીકતમાં એવા અહેવાલો આવી રહ્યાં હતાં કે સુશાંતે ફિલ્મના સેટ પર સંજનાને એટલી પરેશાન કરી કે તેણે દિગ્દર્શક મુકેશ છાબડાને તેની ફરિયાદ કરી. જ્યારે મુકેશે આ મામલાની ચૂપચાપ પતાવટ કરવાની કોશિશ કરી. અમારી સહયોગી વેબસાઈટ બોલિવૂડ લાઈફે એક સૂત્રના હવાલે ખબર આપી છે કે આ બધુ થવા છતાં બીજા દિવસે સંજનાના માતા પિતા પણ સેટ પર પુત્રી સાથે થઈ રહેલી આવી હરકતોની ફરિયાદ કરવા પહોંચી ગયા હતાં. જા કે માતા પિતાની આ ચિંતાને પણ એમ કહીને ઉડાવી દેવાઈ કે ફિલ્મોના સેટ ઉપર આવો વ્યવહાર નોર્મલ છે.
આ બધી ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર સુશાંત ટ્રોલ થઈ રહ્યો હતો આથી તેણે પોતાના તરફથી ખુલાસો આપ્યો છે. સુશાંતે ટિવટર પર લખ્યું કે મને ખુબ ખરાબ લાગી રહ્યું છે કે હું અમારા વચ્ચેની પર્સનલ જાણકારી શેર કરી રહ્યો છું. પરંતુ મને લાગે છે કે આખરે થયું શું હતું તે હવે આ બતાવ્યાં સિવાય બીજા કોઈ રસ્તો નથી. અમારી ફિલ્મના શુટિંગના પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધી આ વાતો અમારા વચ્ચે થઈ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY