વડોદરા,તા.૩
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટીબાગ ખાતેના પ્રાણીસંગ્રહાલયમાં પશુ-પંખીઓની ત્રાહિમામ ગરમી અને હિટવેવના માહોલમાં વિશેષ કાળજી લેવામાં આવે છે. કાળઝાળ ગરમી અને લૂની અસર ન થાય તે માટે હિમાલયન રીંછને બરફની મોટી લાદી પાંજરામાં પૂરી પાડવામાં આવે છે.
હિમાલયન રીંછ હિમાલયના પહાડી પ્રદેશમાં ઠંડકમાં રહેવા ટેવાયેલું હોવાથી કાળઝાળ ગરમીમાં ઠંડક મળે તે માટે દર ઉનાળામાં પાંજરામાં બરફ થાય છે. બરફની લાદી પર બેસીને રીંછ ઠંડક મેળવે છે.
આ સિવાય વાંદરા, સિંહણ અને દીપડાને અપાતા પાણીમાં બરફના ટુકડા નાખીને ઠંડું પાણી આપે છે. પ્રાણી સંગ્રહાલયમાં કાળા અને ગુલાબી મોવાળા સહીત ત્રણ પ્રકારના માકડા અને વાંદરા છે જેની સંખ્યા આશરે ૧૬ છે, તેને ગરમીમાં ઠંડક મળે તે માટે બરફમાં ફ્રોઝન કરેલા તાજા ફળો, રોજિંદા ખોરાક ઉપરાંત આપવામાં આવે છે. જરૂર પડે ગ્લુકોઝ વાળું પાણી પણ અપાય છે.
આ સિવાય ડિહાઇડ્રેશન જેવું જણાય તો પક્ષીઓ અને બીજા પ્રાણીઓને પણ આ પાણી આપવામાં આવે છે. ઉનાળામાં તરબૂચ, સક્કરટેટી, કાકડી વગેરે પણ અપાય છે. પ્રાણીસંગ્રહાલયમાં હાલ ચિમ્પાન્જી વાંદરો નથી વર્ષો અગાઉ કપિલ નામનો ચિમ્પાન્જી વાંદરો હતો. ઓરિસ્સાથી લવાયો હતો એ સમયે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી સિંગલ પ્રાણીઓ આપ-લે કરવાની છૂટ આપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




