એચડીએફસી બેંકે ૫૦૦૦મી શાખા ખોલી, ૨૫ વર્ષનો પ્રારંભ

0
10

સુરત, તા.૧૯

એચડીએફસી બેન્કે આજે દેશમાં તેની ૫૦૦૦મી શાખા ખોલી છે. એક બેવડી સિદ્ધિ તરીકે આ શાખા એજ દિવસે ખોલવામાં આવી છે જે દિવસે એચડીએફસીએ ૧૯૯૫માં તેના કામકાજનો પ્રારભ કર્યો હતો, અને આજે બેન્કે તેના ૨૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. સૌપ્રથમ શાખા મુંબઇમાં વર્લી ખાતે સેન્ડોઝ હાઉસમાં શરૂ કરવામાં આવી હતી.
એચડીએફસી બેન્કના મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય પુરીએ એમઆઇડીસી, અંધેરી, મુંબઇ ખાતે ૫,૦૦૦મી શાખાનું ઉદઘાટન કર્યું હતું, જેમાં આસપાસની શાળાઓના બાળકો તેમજ બેન્કના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતે પોતાના અર્થતંત્રને ખુલ્લુ મુકતા ૧૯૯૪માં બેન્ક અસ્તિત્વમાં આવી હતી. પોતાની પ્રથમ શાખા કરી ત્યારથી બેન્ક પોતાના ગ્રાહકોને ફક્ત સરળતા જ નહી પરંતુ અનુભવ પૂરો પાડવાના પ્રયત્નમાં અડગ રહી છે. તેનું શાખા નેટવર્ક હોવા છતા, નવીન પ્રોડક્ટ્‌સ અને સેવાઓ અથવા અદ્યતન ટેકનોલોજી બેન્કિંગનો અન્ય માર્ગ ઓફર કરી રહી છે, બેન્ક વિશિષ્ટતામાં માને છે.
બેન્ક દ્વારા લાવવામાં આવતી ભિન્નતા ફક્ત તેના કારોબારમાં જ પ્રતિબિંબીત થાય છે તેવું નથી, પરંતુ તે જે સમાજમાં કામ કરે છે. તેમાં પણ પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે છે. બેન્કની સીએસઆર પ્રવૃત્તિ કે જે પરિવર્તનના છત્ર હેઠળ ચાલે છે તેનો અર્થ જ ફેરફાર થાય છે. બેન્ક માને છે કે કોઇપણ કારોબારને વૃદ્ધિ કરવા માટે તેણે સમાજ સાથે ભાગીદારી કરવી પડે છે અને સમાજના વિકાસમાં સહાય કરવી જોઇએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY