ભરૂચ ના પારખેત ગામે કુવામાં ૩ વર્ષથી પડેલ બિલાડી ને બચાવી લેવાઈ

0
532

ભરૂચ:

ભરૂચ ના પારખેત ગામમાં આવેલ બાવા રુસતમની દરગાહ ના કુવા માંથી બિલાડી ને બચાવી લેવાઈ માં આવી હતી. બનાવ ની મળતી માહિતી મુજબ પારખેત ગામમાં આવેલ બાબા રુસતમ ની દરગાહ માં છેલ્લાં ૩ વર્ષથી કોઈ કારણો સર એક બિલાડી પાણી વગર ના સૂકા કૂવામાં પડી ગયેલ,  જે કૂવો ઊંડો હોઈ બિલાડી થી જાતે પણ બહાર આવી શકાય તેમ નહોતું અને બીજા કોઈ પણ બહાર કાઢી શકે તેમ નહોતું તેથી દરગાહ વાળા રોજ ટોપલા જેવું સાધન બનાવી ને બિલાડી માટે તેમાં ખોરાક મુક્તા હતાં અને બિલાડી આ ખોરાક ખાઈ ને જીવતી હતી. જોકે આની જાણ ફ્રેન્સ ઓફ અનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટ ના સભ્ય જાહિદભાઇ દિવાનને થતાં તેવો ફ્રેન્ડસ ઓફ અનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટ ના સભ્યો યોગેષ મિસ્ત્રી, અજય મિસ્ત્રી, કુણાલ મિસ્ત્રી,સુરેશ વસાવા સાથે સ્થળે પહોંચી કૂવામાં ઉતરી બિલાડી ને પકડી ને તેને બચાવી લેવામાં આવી હતી બાદમાં બહાર કાઢીને છોડી મુકવામાં આવી હતી. દરગાહ ટ્રસ્ટ અને સ્થાનિકોએ ફ્રેન્સ ઓફ અનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટ ના સભ્યોનો આભાર માન્યો હતો. જોકે છેલ્લા ૩ વર્ષથી કૂવામાં ની અંદર પડેલ બિલાડીને દરરોજ જમવાનું આપનારને પણ સલામ કહેવાય તો ખોટું નથી.

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY