વડોદરા,તા.૨૯
વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિમેટા ખાતેના ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઇ કર્યાં પછી પણ શહેરના પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણીનો પ્રશ્ન હલ થયો નથી. બોપાદ પાણીની ટાંકીની મુલાકાતે ગયેલા મ્યુનિસિપલ કમિશનર, મેયર, કાઉન્સિલર્સ અને હાજર રહેલા ઉચ્ચ અધિકારીઓ સામે સ્થાનિક લોકોએ દૂષિત પાણીનો પ્રશ્ન હલ કરવાની માંગણી સાથે રોષ ઠાલવ્યો હતો.
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા ૬ માસથી આવી રહેલા દૂષિત પાણીનો પ્રશ્ન હલ કરવામાં કોર્પોરેશન ધરાર નિષ્ફળ સાબિત થઇ રહ્યું છે. પૂર્વ વિસ્તારમાંથી રોજેરોજ મળી રહેલી દૂષિત પાણીની ફરિયાદોને ધ્યાનમાં લઇ સવારે મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ, મેયર ડો. જીગીશાબહેન શેઠ, સ્થાનિક કાઉન્સિલર્સ અને સબંધિત અધિકારીઓએ બાપોદ પાણીની ટાંકીની મુલાકાત લીધી હતી. અને પાણીનું નિરીક્ષણ કર્યું હતું.
અધિકારીઓ અને કાઉન્સિલર્સની ટાંકીની મુલાકાત દરમિયાન સ્થાનિક લોકો આવી પહોંચ્યા હતા. અને મ્યુનિ. કમિશનર, મેયર, કાઉન્સિલરો અને અધિકારીઓ સામે દુષિત પાણી અંગે રોષ ઠાલવ્યો હતો. સ્થાનિક લોકોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અમે પણ ભાજપના કાર્યકરો છીએ. પરંતુ ભાજપાવાળા અમે રજૂઆત કરવા જઇએ છે, ત્યારે દાદાગીરી કરે છે. સમગ્ર પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણી આવી રહ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




