એમેઝોનના સીઇઓની પૂર્વ પત્ની મેકેન્ઝી પોતાની અડધી સંપત્તિ દાન કરશે

0
17

વાશિંગ્ટન,તા.૨૯
જેફ બેઝોસની પૂર્વ પત્ની મેકેન્ઝીએ પોતાની અડધો અડધ સંપત્તિ એટલે કે રૂ. ૧.૨૯ લાખ કરોડ (૧૮.૪૫ અબજ ડોલર). દાનમાં આપવાની જાહેરાત કરી છે. તેની વર્તમાન નેટવર્થ રૂ. ૨.૫૮ લાખ કરોડ (૩૬.૯ અબજ ડોલર) છે. મેકેન્ઝી પાસે એમેઝોનના શેર છે તેનું મૂલ્ય આટલું થાય છે. એમેઝોનના સીઈઓ અને વિશ્વના સૌથી મોટા ધનાઢ્ય જેફ બેઝોસે ગત મહિને મેકેન્ઝીને છૂટાછેડા આપ્યા હતા જેમાં એમેઝોનના ચાર ટકા શેર પણ આપ્યા હતા. આ સાથે જે મેકેન્ઝી વિશ્વની ચોથી સૌથી ધનાઢ્ય મહિલા બની હતી.
ગિવિંગપ્લેજ અભિયાનથી પ્રેરિત થીને મેકેન્ઝીએ અડધો અડધ સંપત્તિ દાન કરવાનો નિર્ણય કર્યો છે. આ અભિયાન ઈન્વેસ્ટમેન્ટ ગુરુ વોરેન બફેટ, બિલ ગેટ્‌સ અને મિલિંડા ગેટ્‌સે ૨૦૧૦માં શરૂ કર્યું હતું. આના દ્વારા વિશ્વના અમીરોને દાન કરવા માટે પ્રેરિત કરાય છે.
અત્યાર સુધીમાં ૨૦૪ વ્યકિત અને પરિવાર ગિવિંગપ્લેજ અભિયાનમાં જોડાયા છે. મંગળવારે મેકેન્ઝી સહિત ૧૯ લોકો જોડાયા હતા. મેકેન્ઝી ઉપરાંત અન્ય દાતાઓમાં વોટ્‌સએપના સહ-સ્થાપક બ્રાયન એક્ટનઅને પિંટરેસ્ટના સહ-સ્થાપક પોલ સિઆરાનો પણ સમાવેશ થાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY