ટ્રેનમાં એસી બંધ થઇ જતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો

0
13

વડોદરા,તા.૫
હરિયાણા-હિસારથી બાંદ્રા તરફ જતી એક્સપ્રેસ ટ્રેનના એ.સી. કોચનું એ.સી. બંધ થઇ જતાં મુસાફરો ગરમીથી રેબઝેબ થઇ ગયા હતા. સવારે ૧૧ કલાકે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-૧ ઉપર આવતા જ મુસાફરો સ્ટેશન ઉપર ઉતરી ગયા હતા. અને હોબાળો મચાવી મુકિયો હતો. એક તબક્કે ટ્રેન ચાલુ થઇ જતાં મુસાફરોએ ચેઇન પુલિંગ કરીને ટ્રેન રોકી દીધી હતી.
રેલવે પી.આર.ઓ. ખેમરાજ મીનાએ જણાવ્યું હતું કે, સવારે ૧૧ કલાકે વડોદરા રેલવે સ્ટેશન પર આવી પહોંચેલી ઇશાર-બાંદ્રા ટ્રેનના બી-૧ એ.સી. કોચમાં એ.સી.નું કુલીંગ ઓછું હોવાથી મુસાફરો નારાજ થયા હતા. અને વડોદરા સ્ટેશન ઉપર તેઓ નીચે ઉતરી ગયા હતા. તે સમયે રેલવે સ્ટેશન ઉપર પર્યાવરણ ડે નિમીત્તે કાર્યક્રમ હોવાથી ડી.આર.એમ. દેવેન્દ્રકુમાર હાજર હતાં. તુરંત જ તેઓ મુસાફરો પાસે પહોંચી ગયા હતા. અને મુસાફરોની રજૂઆત સાંભળી હતી. અને જાતે કોચમાં જઇ એ.સી.નું નિરીક્ષણ કર્યું હતું.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY